‘AAP’ નેતાએ બાઈક રેલી યોજી તાકાત બતાવી- ‘અલ્પેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના લાગ્યા નારા

ગુજરાત(Gujarat): હવે વિધાનસભા ચૂંટણીને ગણતીના દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી પ્રચાર કરી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ આમ…

ગુજરાત(Gujarat): હવે વિધાનસભા ચૂંટણીને ગણતીના દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી પ્રચાર કરી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)ને પોતાના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા હતા. સાથે સાથે થોડા દિવસ પહેલા ગારીયાધાર(Gariyadhar)માં એક જાહેર સભા દરમિયાન પાસ આગેવાન અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) અને ધાર્મિક માલવીયા(Dharmik Malaviya) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બંને આગેવાનોના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ગુજરાતના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટી બધું મજબૂત બની છે.

આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા અલ્પેશભાઈ કથીરીયા અને ધાર્મિકભાઈ માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પહેલી વખત સુરત પધાર્યા એટલે તેમના સત્કારમાં તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાઈક રેલીમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાએ સુરતના મીની બજાર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ફુલહાર કરીને તથા તેમના આશીર્વાદ લઈને બાઈક રેલીની શરૂઆત કરી હતી.

આ બાઈક રેલીમાં સુરત શહેરના સંગઠનના નેતાઓ સહિત તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ બાઇક રેલી સરદાર ચોક મીનીબઝારથી શરૂઆત થઈ ખોડિયાર નગર – બરોડા પ્રિસ્ટેજ – નાના વરાછા થઈ મઘ્યસ્થ કાર્યાલય સીમાડા નાકા ખાતે પૂર્ણ થઈ હતી.

‘અલ્પેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ લાગ્યા નારા:
આ તિરંગા બાઇક રેલી દરમિયાન અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાને સ્થાનિક લોકો દ્વારા જબરદસ્ત સમર્થન મળ્યું હતું. કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો ‘અલ્પેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના નારા લગાવી રહ્યા હતા.

સુરતમાં આમ આદમી પાર્ટી શરૂઆતથી ખૂબ જ મજબૂત હતી અને જ્યારથી અરવિંદ કેજરીવાલએ વારંવાર ગુજરાત આવવાનું શરૂ કર્યું અને ગુજરાતના લોકોને ગેરંટીઓ આપી, ત્યારથી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો હતો.

હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ પર પહોંચી છે. આ બાઈક રેલીને લોકોનું જબરદસ્ત સમર્થન મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *