ખેતરે-ખેતરે જઈ થઇ રહ્યો છે AAPનો પ્રચાર- વિડીયો જોઈ કહેશો ચુંટણીના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે આપ(AAP) તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર કરવામાં જરા પણ કચાસ બાકી રાખતા નથી. ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પ્રચાર કરવામાં પાછી પાની નથી કરી રહી. એટલે કે હવે તો ખેતરે-ખેતરે જઈને આપનો પ્રચાર થઇ રહ્યો છે. હાલમાં તેનો વિડીયો(Video) ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયો વિડીયો:
જો વાત કરવામાં આવે તો 101- વિધાનસભા ગારીયાધાર-જેસર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીનો અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હવે તો ખેતરે-ખેતરે જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ખેતરે કપાસ વીણવા માટે આવતા લોકોને કારણે હવે આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં જઈને પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.

NCP નેતા રેશ્મા પટેલે પકડ્યું ઝાડું:
NCPથી નારાજ રેશ્મા પટેલ હવે આમ આદમી પાર્ટીમા જોડાય ગયા છે. રેશ્મા પટેલએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાના હાથે ખેસ ધારણ કરીને વિધિવત રીતે AAPમાં જોડાય ગયા છે. માત્ર એટલુ જ નહિ, આમ આદમી પાર્ટી રેશ્મા પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ત્યારે રેશ્મા પટેલ આંદોલનના જૂના સાથી એવા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલસામે વિરમગામમા મેદાને ઉતરશે તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને NCPએ ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધું છે. જે બાદ NCP નેતા રેશ્મા પટેલ નારાજ હતા. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર NCPને મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું. જેને કારણે રેશ્મા પટેલની ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. જોકે, ત્યારબાદ તેમણે એક નિવેદનમાં કહ્યુ હતું કે, તેઓ ગોંડલ બેઠક પરથી ચૂંટણી નહિ લડે, પરંતું ગોંડલના રાજકારણમાં સક્રિય રહેશે. ત્યારે નારાજ રેશ્મા પટેલે હવે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *