સુરત(Surat): દિવસેને દિવસે છેતરપિંડી (Fraud)ના કિસ્સાઓ વધતા જ જાય છે. ત્યારે હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 22,842 કરોડ રૂપિયાની બેન્ક લોન છેતરપિંડી(Bank loan fraud) મામલે એબીજી શિપયાર્ડ લિમિટેડ(ABG Shipyard Ltd.) વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે મંગળવારે મુંબઇ(Mumbai), પૂણે(Pune) અને સુરતમાં 26 સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડી (Ed)એ એબીજી શિપયાર્ડના પ્રમોટર ઋષિ કમલેશ અગ્રવાલના ઘરે અને ઓફિસે પણ સર્ચ કર્યું. એબીજી શિપયાર્ડના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલે અન્ય લોકો સાથે મળીને વર્ષ 2012થી 2017 દરમિયાન 28 બેન્કની કુલ 22,842 કરોડ રૂપિયાની લોનનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. આના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
બેન્ક આૅફ ઇન્ડિયાના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો. આ મામલે સીબીઆઇએ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. દસ્તાવેજો મેળવવા ઇડી દ્વારા તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇની એફઆઇઆર મુજબ એબીજી શિપયાર્ડે લોન લઇને 28 બેન્ક સાથે છેતરપિંડી કરી છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં 22 હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો. હવે EDએ કાર્યવાહી કરીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસને પોતાના કબજામાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ બેંકની ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો:
28 બેન્ક સાથે છેતરપિંડી કરી હોવાને કારણે એસબીઆઇ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ, આ છેતરપિંડી મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ દ્વારા લગભગ 28 બેંકો સાથે કરવામાં આવી હતી. તેથી, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ 28 બેંકો દ્વારા CBI ને અરજી કરવામાં આવી હતી. સીબીઆઈ અને પંજાબ નેશનલ બેન્ક દ્વારા ફરિયાદ કરવામાં આવતા મામલો સામે આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.