ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળ દ્વારા ગુરુવારે તેના સત્તાવાર ફેસબુક પેજ પરથી એક વીડિયોને ડિલીટ કરવામાં આવ્યો છે કારણકે કથિત ખોટા વિડીયોમાં જેની ઓળખ રાજ્યમાં મતદાન હિંસામાં માર્યા ગયેલી વ્યક્તિ તરીકે અપાઈ હતી અને આ મૃતક ભાજપનો કાર્યકર છે અને TMC ના ગુંડાઓએ મારી નાખવામાં આવ્યો તેવું જણાવાયું હતું.
ભાજપ દ્વારા પોસ્ટ થયેલ આ વિડીયોમાં દાવો કરાયો હતો કે, સીતલકુચી ના “માનિક મોઈટ્રો” નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. તેણે કથિત વિડિઓની લિંક પણ પોસ્ટ કરી છે. જે હવે ફેસ્બુકમાંથી ડીલીટ કરવામાં આવી ચુક્યો છે. પણ આ વિડીયોમાં જેનો ફોટો દેખાડાયો છે તે યુવાને ભાજપના આઈટી સેલની પોલ ખોલીને મૂકી દીધી છે.
વિડીયોમાં જેનો ફોટો વપરાયો છે તે એભ્રો બેનર્જીએ વીડિયોનો એક સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો છે જેમાં ભાજપ દ્વારા પોસ્ટ થયેલ આ વિડીયોમાં દાવો કરાયો હતો કે, સીતલકુચી ના “માનિક મોઈટ્રો” નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. તેણે કથિત વિડિઓની લિંક પણ પોસ્ટ કરી છે.
એભ્રો બેનર્જી એ એક પત્રકાર છે અને આ પત્રકારે ટ્વીટ કર્યું, ‘હું અભ્રો બેનર્જી છું, જીવીત છું અને હાલ પણ જીવિત છું અને ખુશ છું અને સીતલકુચીથી આશરે 1300 કિલોમીટર દૂર છું.’ “બીજેપી આઇટી સેલ હવે દાવો કરી રહી છે કે હું માનીક મોઇત્રા છું અને તેનું મોત સીતાલકુચીમાં થયું હતું. કૃપા કરીને આ બનાવટી પોસ્ટ્સ પર વિશ્વાસ ન કરો અને કૃપા કરીને ચિંતા કરશો નહીં. હું પુનરાવર્તન કરું છું: હું (હજી) જીવિત છું. ”
I am Abhro Banerjee, living and hale and hearty and around 1,300 km away from Sitalkuchi. BJP IT Cell is now claiming I am Manik Moitra and died in Sitalkuchi. Please don’t believe these fake posts and please don’t worry. I repeat: I am (still) alivehttps://t.co/y4jKsfx8tI pic.twitter.com/P2cXJFP5KO
— Abhro Banerjee (@AbhroBanerjee1) May 6, 2021
આ જ મેસે સાથે બેનર્જીએ તેનાં ફેસબુક પોસ્ટમાં વિડિઓને ડાઉનલોડ કરીને પોસ્ટ કર્યો હતા. તેનો ફોટો 2:36 મિનિટ પર જોઈ શકાય છે.
પશ્ચિમ બંગાળમાં 2 મેના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછીના રાજકીય ઘર્ષણમાં અનેક હત્યાના અહેવાલો આવી રહ્યા છે. વિવિધ સમાચાર નું માનીએ તો આ સંખ્યા 11 થી 20 ની વચ્ચે છે, પરંતુ પોલીસે હજી સુધી આ સંખ્યાની પુષ્ટિ કરી નથી. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ ઘટનાઓની તપાસ માટે ચાર સભ્યોની ટીમ બનાવી છે. બુધવારે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસ મહાનિદેશક સહિત 30 ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હતી.
હિંસાના વ્યાપક અહેવાલ અને નિંદા કરવામાં આવી રહી છે ત્યારે, ભાજપના અનેક નેતાઓએ સોશ્યલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી શેર કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
પક્ષના સાંસદ સ્વપન દાસગુપ્તા, જે તારકેશ્વર મત વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવાર હતા, તેમણે 3 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે બિરભૂમ જિલ્લાના નાનૂરમાં મહિલાઓની છેડતી કરવામાં આવી હતી. બીજેપીના અન્ય એક નેતા સૌમિત્ર ખાને પણ આ દાવા સાથે ટ્વીટ કર્યું છે.
જો કે, બીરભૂમ પોલીસ અધિક્ષક એન.એન. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. ત્રિપાઠીએ કહ્યું, “હું દરેકને જાણ કરું છું કે તે ફેક સમાચાર છે.” બાદમાં ભાજપના એક મહિલા મતદાન એજન્ટે બાંગ્લા દૈનિક આનંદબાજાર પત્રિકાને પણ કહ્યું કે આક્ષેપ ખોટો છે.
સ્વપન દાસગુપ્તાએ પોતાના ટ્વિટમાં પણ દાવો કર્યો હતો કે “એક હજારથી વધુ હિન્દુ પરિવારો” પર હુમલો કરાઈ રહયો છે, તેમ છતાં પોલીસે હિંસા અંગે સાંપ્રદાયિક ઘૃણાની ઘટનાઓ અંગે કશું કહ્યું નથી.
બીજા એક દાખલામાં, ભાજપના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાએ કેટલાક પુરુષો મહિલાઓ પર હુમલો કરતો હોવાનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું હતું કે, “નંદીગ્રામ, કેંદામરી ગામમાં ટીએમસી મુસ્લિમ ગુંડાઓ ભાજપ મહિલા કાર્યકરોને માર મારે છે.” જોકે, નંદીગ્રામ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ન્યૂઝલોન્ડ્રી સાથે વાત કરતાં કહ્યું કે, આ વીડિયો કોઈ રાજકીય ટકરાવ નહીં પરંતુ વ્યક્તિગત વિવાદ સાથે સંબંધિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.