રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારના રોજ મંત્રી પરિષદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાની રસી અંગે અને સાથે બોર્ડના વિધાર્થીઓની પરીક્ષાને લઈને તથા નિરાશ્રિત બાળકો માટે રાહત પેકેજ મુદ્દેની ચર્ચા થઇ હતી. જો કે આ કેબીનેટની બેઠક દરમિયાન મુખ્યમંત્રી અશોક ગહેલોતની સામે રસી અભિયાનને લઈને બે મંત્રી ઝઘડી પડ્યા હતા. જે એક ચર્ચાનો વિષય બન્યો છે.
મુખ્યમંત્રી અશોક ગહેલોતની બેઠકમાં બે મંત્રી ઝઘડી પડ્યા:
કેબીનેટની બેઠકમાં ફ્રી રસીકરણ અભિયાનને લઈને રાજસ્થાનના શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલ એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી અશોક ગહેલોત આ ઝઘડાને જોતા રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે, બંને મંત્રીઓની વચ્ચે બબાલ ખુબ હદે વધી ગઈ હતી જો કે બેઠક પૂર્ણ થતાની સાથે બેઠક બહાર નીકળીને ફરી બંને મંત્રીઓ ઝઘડ્યા હતા.
શા માટે થયો હતો ઝઘડો:
એક ન્યુઝ ચેનલના રીપોર્ટ અનુસાર, ફ્રી રસીકરણ અભિયાનને લઈને રાજસ્થાનના શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા અંગેની વાત કરી રહ્યા હતા. જેનો શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સીધું જ રાષ્ટ્રપતિને આવેદન મોકલવામાં આવે. સાથે કહ્યું હતું કે કલેક્ટરને આવેદન આપીને શું કરશો? ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે રાષ્ટ્રપતિને આવેદન આપીને પણ શું કરી લેશો?
બન્નેએ એકબીજાને આપી ધમકી:
મળતી માહિતી અનુસાર કેબીનેટની બેઠકમાં ઘણી દલીલ બાદ ગોવિંદ સિંહ ડોટાસરા બહાર જવા માટે ઉભા થયા ત્યારે મુખ્યમત્રી અશોક ગહેલોતે શાંત કર્યા અને સમજાવ્યા કે એક બીજા સાથે ઝઘડો ન કરો અને આ વાત ને અહી જ પૂરી કરી દો. આ દલીલ દરમિયાન બંને મંત્રીઓ વચ્ચે વિવાદ એટલો વધી ગયો હતો કે બંને એક બીજાને ધમકી આપી રહ્યા હતા કે હું તને જોઈ લઈશ. શાંતિ ધારીવાલે ગોવિંદ સિંહ ડોટાસરાને કહ્યું હતું કે તારે જે બગાડવું હોય તે બગાડી લે, મેં તારી જેવા ઘણા અધ્યક્ષ જોયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.