અબોલ જીવની વફાદારી: યુવકની અંતિમ વિધિમાં જોડાયો પોપટ, પોપટ અને કિશોર વચ્ચેની મિત્રતાને જોઈ આંખો ભીની થઈ જશે

Panchmahal Latest News: માનવ અને પશુ-પક્ષીની મૈત્રી સમજવા માટે મિત્રતાનો અર્થ જાણવો જરૂરી છે. મિત્રતા એટલે શું? મિત્ર એટલે શું? મિત્ર એટલે આપણા જીવનમાં આપણી સાથે પડછાયાની જેમ સાથે ચાલનારો વ્યક્તિ! આપના જીવનમાં સુખ નો વરસાદ હોય કે દુઃખના વાદળો છવાયેલા હોય મિત્ર આપણી સાથે કાયમ ઊભો હોય! મિત્રતા એટલે પ્રેમની પરિભાષા. શુ પક્ષીઓની માણસો સાથે એટલી આત્મીયતા થઇ જાય છે કે છેલ્લા શ્વાસ સુધી તે સાથ નિભાવતા હોય છે, હાલ એક એવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી જ્યાં, જ્યાં પોપટે મિત્રતાનું એક મોટું ઉદાહરણ આપ્યું. એક કિશોરનું મોત(Panchmahal Latest News) થઇ જતા જ્યાં સુધી ચિતા શાંત ના થઇ ત્યાં સુધી તે સળગતી ચિતા પાસે જ બેસી રહ્યો.

અંતિમ યાત્રામાં જોડાયો પોપટ :
માનવ અને પશુ-પક્ષીની મૈત્રીમાં સૌથી મહત્વનું પાસું એ છે કે માનવ પ્રત્યે પશુ-પક્ષીઓની વફાદારી! મિત્રતા માટે કોઈ સીમા કે ધોરણો હોતા નથી. મિત્રતા માટે માનવતા હોવી જરૂરી છે. મિત્રતા માત્ર મનુષ્યો વચ્ચે જ થાય એવું જરૂરી નથી! મિત્રતા વૃક્ષ, પશુઓ, પંખીઓ, પુસ્તકો અને અનેક નિર્જીવ વસ્તુથી પણ થઈ શકે છે. પણ માનવ અને પશુ-પક્ષીઓ વચ્ચેની મિત્રતા થોડી અલગ છે.આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં આવેલા ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં રહેતા 17 વર્ષના નરેશ પરમાર નામના એક કિશોરને પોપટ સાથે અદમ્ય મિત્રતા બંધાઈ ગઈ હતી. નરેશ પોતાના પિતા સાથે મંદિરમાં ચણ નાખવા માટે જતો હતો તે દરમિયાન આ ચણ ખાવા માટે પોપટ પણ આવતો હતો અને ત્યારે કે પોપટ સાથે નરેશને મિત્રતા બંધાઈ ગઈ. પરંતુ જયારે નરેશનું અકાળે નિધન થયું તો પોપટે પણ તેની અંતિમ યાત્રામાં હાજરી આપી મિત્રતા નિભાવી.

ચિતા શાંત ના થઇ ત્યાં સુધી બેસી રહ્યો :
17 વર્ષીય નરેશનું કોઈ કારણે આકાળે નિધન થઇ ગયું. ત્યારે તેનો મિત્ર પોપટ તેની અંતિમ યાત્રા પણ સામેલ થયો. આ નજારો જોઈને સૌ કોઈની આંખો ભીની થઇ ગઈ હતી. જ્યારે નરેશને સ્મશાને લઇ જતા હતા ત્યારે પણ પોપટ સાથે રહ્યો. ડાઘુઓએ પોપટને ઉડાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તે ગયો નહિ અને છેક સુધી સાથે રહ્યો. જયારે નરેશની ચિતા શાંત થઇ ત્યાં સુધી પોપટ પણ સ્મશાનમાં જ રહ્યો, આ જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા.

લોકોની આંખોમાં આવી ગયા આંસુ :
ત્યારે પોપટ અને માણસ વચ્ચેની આ મિત્રતા હવે ચર્ચાનું કેન્દ્ર બની છે, આવી ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. માણસ માણસને છેતરી શકે છે, પરંતુ પશુ પક્ષીઓ ખુબ જ વફાદાર હોય છે એ ફરી એકવાર સાબિત થઇ ગયું. તેમને આપવામાં અવેલું થોડું ખાવાનું અને ચણનું ઋણ તેઓ જીવનભર સાથે આપીને ચુકવતા હોય છે.