વડોદરા પાસે સ્કોર્પિયોનું ટાયર નીકળી જતાં કારે પલટી મારી, એકનું મોત- માતાજીના દર્શને ગયો હતો પરિવાર

Vadodara Accident: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ નજીક સ્કોર્પિયો કારનું આગળનું ટાયર નીકળી જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ(Vadodara Accident) પરનો કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…

Vadodara Accident: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ નજીક સ્કોર્પિયો કારનું આગળનું ટાયર નીકળી જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ(Vadodara Accident) પરનો કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જડિયા વાળી કેવડિયા કોલોની ગામે રહેતા પ્રતિકભાઇ ભુપતભાઈ તડવી, નરેશભાઈ છોટાભાઈ તેમજ પ્રવીણભાઈ છોટુભાઈ તડવી વગેરે અનગઢ ગામે મેલડી માતાના દર્શન કરવા નીકળ્યા હતા. પરિવાર દર્શન કરી પરત તિલકવાડા જઇ રહ્યો હતો. દરમિયાન ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો ગાડીનો આગળનું વ્હીલ નીકળી જતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલા વરસાદી કાસમા બે પલટી મારી ગઇ હતી.

એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત
આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા પ્રવિણભાઈ છોટુંભાઈ તડવાને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યાં 3ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ તો આ સમગ્ર મામલે ડભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા કાર્યવાહી
આ બનાવના પગલે સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.