પેટાચૂંટણી પહેલા ભાજપમાં હડકંપ- ભાજપના સંખ્યાબંધ નેતા કાર્યકર્તાઓ સાગમટે AAP પાર્ટીમાં જોડાયા

અવારનવાર ભાજપ-કોંગ્રેસ તથા આમ પાર્ટીમાં ભંગાણ થતું રહેતું હોય છે. જેને લીધે કાર્યકર્તાઓ વિરોધ પક્ષમાં જોડાતા હોય છે. આવા જ એક સમાચાર હાલમાં સામે આવ્યા છે. માંદગીને લીધે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય પહેલાં અવસાન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

આગામી 17 અપ્રિલ ના રોજ આ પેટાચૂંટણીનું આયોજન થવાં જઈ રહ્યું છે ત્યારે મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયુ છે. પેટાચૂંટણીના થોડા દિવસ અગાઉ જ ભાજપમાં મસમોટો ભડાકો થયો છે. એકસાથે અનેક સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પાર્ટીને છોડી આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે.

મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ પછી આપ પણ ઉમેદવાર મેદાનમાં ઉમેદવાર ઉતારવા માટે સક્રિય રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરવા હડફના ખૂંદરા ગામેમાં કાર્યકર સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપના સંનિષ્ઠ અગ્રણી સહિત કુલ 300 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ ડામોર સહિત કેટલાક ભાજપ સમર્થીત સરપંચ, કોંગ્રેસના પણ કેટલાક પૂર્વ હોદ્દેદારો આપમાં જોડાઈ ગયા છે.

પંમચહાલની પેટાચૂંટણી અગાઉ સર્જાતી આ પરિસ્થિતિ ભાજપ માટે ખુબ મોટા પડકાર સમાન છે. ભાજપમાં ગઈકાલે લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં 21 જેટલા ઇચ્છુકોએ ટિકિટની માંગણી કરી છે. પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાના સંયોજનથી અસ્તિત્વમાં આવતી મોરવા હડફ વિધાનસભા બેઠક ભૌગોલિક તથા રાજકીય સમીકરણોની રીતે કેટલીક વિસંગતતાઓ ધરાવે છે.

આ બેઠક અસ્તિત્વમાં આવીને ત્યારથી આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ જ મુદ્દે અહીં ઘણીવાર વિવાદો સર્જાઈ ગયા છે. ગત ટર્મના આ બેઠકના વિજેતા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને જાતિ પ્રમાણપત્ર રદ્દ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલાને ભુપેન્દ્રસિંહે કોર્ટમાં પડકાર્યો હતો પણ આની વચ્ચે જ માંદગીને લીધે ભુપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. ત્યારપછી ચૂંટણી પંચે મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 17 એપ્રિલ ના રોજ આ પેટાચૂંટણીનું આયોજન થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *