ઋષિકેશમાં ફસાયેલા ગુજરાતીઓના સબંધીનો વિડીયો વાઈરલ થતા અંદાજે 50 જેટલા લોકોની મદદ તેમના સ્થાનીક નેતાઓ નથી કરી રહ્યા તેવો આક્ષેપ થતા ખળળાટ મચ્યો છે. વિડીયોમાં યુવક દ્વારા આરોપ કરાયો છે કે તેમના વિસ્તારના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા પાસે મદદ માંગી છતાં તેમણે કોઈ મદદ કરી નહિ, ત્યારબાદ તેમના વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા પાસે મદદ માંગવા છતાં તે તાંત્રિક મદદ માટે તૈયાર થયા નહોતા.
ફસાયેલા ગુજરાતીઓ સાથે ત્રીશુલ ન્યુઝની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “સ્થાનિક તંત્ર એ ચાર દિવસ અગાઉ બસોની વ્યવસ્થા કરી હતી. જેમાં અમારો સમાવેશ થઇ શ્ક્યો નહોતો. હરિદ્વારથી બસ ઉપાડવામાં આવી હતી પરંતુ વરસાદને કારણે બસ અહી લેવા આવી નહોતી. અમે અહિયા આશ્રમમાં રોકાયા છીએ. લોકડાઉન ને કારણે અહિયાં કોઈ વાહન મળી રહ્યા નથી. અહી અમે ૩૮ જેટલા વરાછા અને ૨૨ જેટલા કતારગામના રહેવાસીઓ છીએ.”
ચારધામની જાત્રા એ ગયેલ 50 જેટલા લોકોના ગ્રુપમાં બાળકોથી માંડીને વૃદ્ધો શામેલ છે અને તેઓ હાલમાં ઋષિકેશના શીશમઝાડી સ્થિત સ્વામીનારાયણ આશ્રમમાં આશરો લઇ રહ્યા છે. આ વૃંદ દ્વારા ત્યાંથી ફસાયેલા ગુજરાતીઓ માટે બસ વ્યવ્સ્થામાં આવી શક્યા નહોતા. ત્યારબાદ આ બાબતે તેમણે તેમના પરિવારજનો ને આપવીતી સંભળાવી હતી. જેથી પરિવારજનોએ સ્થાનિક નેતાઓનો સંપર્ક કરીને સરકાર મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ આ નેતાઓએ લોક ડાઉનનું કારણ આગળ ધરીને મદદ નહી કરી શકે તેવું સંભળાવી દીધું હતું.
Surat’s about 50 people including kids and Sr citizens are stucked in Rishikesh. they are stayed at Shisham Zadi, rishikesh. Local leaders of Surat are denying to help. @shaktisinhgohil @tsrawatbjp @vdzalavadiya @prabhunvasava @CMOGuj @UTDBofficial pic.twitter.com/OfnxkS1zQM
— Vandan Bhadani (@bhadanivandan) March 31, 2020
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ પણ આવી રીતે જ હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે તસ્દી લીધી હતી. ઉત્તરાખંડ સરકારે ફસાયેલા લોકો માટે બસની વ્યવસ્થા કરી આપી હતી. જેના દ્વારા તમામ લોકોને અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. હરિદ્વારામાં ફસાયેલા લોકોને લઇ બસ ગુજરાત આવવા રવાના થઇ હતી તેવી રીતે ફરી એક વાર ફસાયેલા ગુજરાતીઓને સરકાર દ્વારા ઘરવાપસી કરાવવામાં આવે તેવી ફસાયેલા લોકોએ માંગ કરી છે.