ACB caught Jitu Jinjada taking bribe in Gandhidham: ગુજરાત રાજ્યના ગાંધીધામ તાલુકાના ગળપાદર નજીક આવેલી એરપોર્ટ ચોકડી પાસે આવેલ નીરવ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન માં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે લાકડાના વેચાણ માટે 1 લાખ રૂપિયાની લાંચ લેતા RFO તથા વચેટિયાને પકડી પાડતા સરકારી અમલદારો માં ખુબજ હડકંપ મચી ગયો હતો.
ACB સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર તારીખ 04-07-2023 એટલે કે ગઈકાલે સાંજના સમયે અરસામાં આ કાર્યવાહી કરાઈ હતી. જેમને લાકડાના વેચાણ કરવા અંગે RFO જીતુ બટુકભાઈ જીંજાડા એ એક લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી નાણાં આપવા ઈચ્છતો ન હતો અને તેથી તેણે ACBમાં ફરિયાદ કરી હતી. તેના આધારે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ફરિયાદીને ગણપાદર નજીક આવેલા એરપોર્ટ ચાર રસ્તા ખાતે આવેલ નીરવ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં RFO દ્વારા આરોપી ધવલ જયંતીલાલ પ્રજાપતિએ લાંચરૂપે 1 લાખ રૂપિયા ની માંગણી કરી હતી. એક લાખ રૂપિયાની લાંચ માંગેતા RFO ને ફોન કરીને સમગ્ર ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.
ACB ની ટીમને માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને દરોડા પાડવામાં આવ્યા હતા. ACB ની ટીમે દરોડા પાડીને 1 લાખ રૂપિયાની લાંચ માંગનાર આરોપી ધવલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ACB ની ટીમે લાંચ ની રકમ કબજે કરીને બંને આરોપીઓને ધરપકડ કરી ગાંધીધામના ખન્નામાર્કેટમાં આવેલી પૂર્વ કચ્છ ACB કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube