ગુજરાત પર આવી રહી છે વધુ એક મોટી આફત: અગામી 4 દિવસ પડશે સાંબેલાધાર વરસાદ- અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ટૂંકા વિરામ પછી ચોમાસાનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ(Ambalal Patel Monsoon…

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ટૂંકા વિરામ પછી ચોમાસાનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ(Ambalal Patel Monsoon Prediction) વરસ્યો છે. રાજ્યમાં હજુ આવનાર પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોએ તો પૂર જેવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડે તેમ છે. આવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ગુજરાતમાં આવનાર 5 દિવસે ભારેથી અતિભારે(Ambalal Patel Monsoon Prediction) વરસાદ ની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે આજે વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દીવ અને દમણમાં ઓરેન્જ અલર્ટ છે. તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપીઅને, ડાંગમાં આજે યેલો અલર્ટ છે. આજથી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આજથી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, આજ થી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આવનાર 5 દિવસ દરિમયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ [પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના પણ આપવામાં આવ્યા છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી આજથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

ચાર દિવસ સુધી વરસાદ પડશે

શુક્રવાર
નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. તો આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવમાં ભારે વરસાદ પડશે.

શનિવાર
નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ પડશે.

રવિવાર
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તો અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.

સોમવાર
બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે જ્યારે મહિસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.

આવી સ્થિતિમાં આવનાર ચાર દિવસ એટલે કે શુક્રવારથી સોમવાર ગુજરાતીઓ માટે ભારે રહેશે તેવો અંદાજ છે. ખાસ કરીને શનિવાર બચત કરવા યોગ્ય દિવસ છે.

અને ખાસ કરીને રેલવે ગરનાળા માં વરસાદી પાણી ભરાઈ જતા અવર જવરનો માર્ગ બંધ થઇ જતા હાઇવે પરથી શહેરમાં આવવાનો માર્ગ બંધ થતા ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છૅ. ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છૅ. પાણીના નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. જેને લઇ પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યાં છૅ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *