અમદાવાદના PSI એ કયા કામ માટે માંગી 50 હજાર રૂપિયાની લાંચ?

ACB Ahmedabad: અમદાવાદના આનંદનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એન.યુ. ટાપરિયા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. PSI ટાપરિયાએ એક મહિલાના પતિને માર નહીં મારવા અને પાસા ન કરવા માટે 50 હજારની લાંચ લેતા ઝડપ્યા છે. જે 50 હજારની લાંચ સ્વીકારતા તેમને એસીબીએ (ACB Ahmedabad) રંગેહાથ ઝડપી લીધા હતા. મળતી માહિતી અનુસાર અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં એક વિવાદ થતાં PSI ટાપરિયાને સસ્પેન્ડ પણ કરાયા હતા.

આનંદનગર પોલીસસ્ટેશનની હદમાં આવતા જોધપુર ગામ વિસ્તારના ગોપાલ આવાસમાં આ એક બનાવ બન્યો હતો. રાયોટિંગ, છેડતી, મારામારીની આ ઘટનાની આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી. ગુનાની તપાસ દરમિયાન આનંદનગર પોલીસ સ્ટેશનના PSI નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાએ એક મહિલાના પતિને પકડી લેવામાં આવ્યા હતા.

મહિલાના પતિ સામે 151 કરી તેને જામીન લેવડાવી માર નહીં મારવા અને પાસા નહીં કરવા પેટે PSI ટાપરિયાએ રૂ. 50 હજારની લાંચ માગી હતી. મહિલા 50 હજાર આપવા નોતી માગતી તેથી તેઓએ લાંચ રૂશ્વત બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. એસીબીએ જોધપુર ગામ પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવી PSI નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાને 50 હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર PSI ટાપરિયાનો આ કોઇ નવો વિવાદ નથી. psi ટાપરિયા અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે પણ તેઓના નામનો એક વિવાદ છંછેડાયો હતો. તેઓ જૂના પાલડી પોલીસ સ્ટેશનની હદમાં જ એક હોટલમાં એક મહિલા પોલીસ સાથે ગયા હતા. ત્યાં મહિલા પોલીસકર્મીના પતિને જાણ થતાં મામલો ગરમાયો હતો. જે બાબત ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા ઇન્ક્વાયરી પણ કરવામાં આવી હતી અને તેમાં પણ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *