ACB Trap: ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર(ACB Trap) અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદ એસીબીએ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમ પંચો સાથે પહોંચી હતી. જોકે એએસઆઇ ઝડપાઇ જવા પામ્યો છે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ એસીબીની ટીમ હોવાનું જાણતા જ ભાગી છૂટ્યો હતો.એસીબીની ટીમે હવે ભાગી છૂટેલા પોલીસ કર્મીને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. સર્વેલન્સ સ્ક્વોડના આ પોલીસ કર્મીઓની હિંમત એવી હતી કે, તેઓએ જુગારના આરોપીઓને લાંચની રકમ આપવા માટે પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા. જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યુ હતુ.
10 લાખ રુપિયા માંગ્યા હતા
વિગતો મુજબ, ફરિયાદી અને તેમના મિત્રો જુગાર રમતા પકડાયા હતા. જુગારનો કેસ જામીન લાયક બનાવવા અને જામીન આપવામાં હેરાનગતિ ન કરવા માટે ASI અકબરશાહ દિવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઈએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે ભારે રકઝકના અંતે 1.35 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. આ પૈસા માટે બંને પોલીસકર્મીએ ફરિયાદીને રાત્રે પૈસા લઈને પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા પકડાયા
જોકે ફરિયાદીએ પૈસા ન આપવા હોવાથી ACBને આ અંગે જાણ કરી હતી. જેથી ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેઓ પૈસા લઈને રખિયાલ પોલીસ સ્ટેશનના ઉપરના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં લાંચની રકમ આપી હતી. જોકે ACB સ્થળ પર હોવાની ગંધ આવતા જ કોન્સ્ટેબલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ASI ઝડપાઈ ગયા હતા. હાલમાં આ લાંચના પૈસામાં કોનો કોનો હિસ્સો હતો તે બાબતે અને ફરાર કોન્સ્ટેબલને પકડવા માટે ACBએ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા ASI પકડાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
લાંચ લેતા આરોપીઓને ઝડપ્યા બાદ હવે આ લાંચમાં અન્ય કોનો હિસ્સો હતો અને કોને કોને લાંચ આપવાની હતી એ તમામ પાસાઓ પર તપાસ શરુ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં જ કર્મચારીઓની લાંચ લેવાની ઘટનાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ સર્જાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube