પોલીસની એવી તો કેવી લાચારી કે, બુટલેગરો પણ પોલીસ પર હુમલા કરી જાય, શું આટલા નબળા છે દેશના કાયદા?

દારૂબંધીનો અમલ કરતાં ગુજરાત રાજ્યમાં પોલીસ કરતાં બુટલેગરો બેફામ છે. આ બુટલેગરોની શક્તિ પોલીસ કરતાં વધારે હોવાનું બહાર આવ્યું છે. ગૃહ વિભાગનાં ચોંકાવનારા આંક જોઇએ તો તેના પરથી ખબર પડે છે કે, પોલીસ કરતાં દારૂનાં ધંધા કરનારાઓ વધુ મજબૂત છે.

ગુજરાત રાજ્યનાં ગૃહ વિભાગનાં સત્તાવાર અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં દર વર્ષે 5 કરોડ કરતા વધારે રકમનો દારૂ પકડાય છે. આ દારૂ પાડોશી રાજ્યોમાંથી ગુજરાત રાજ્યની સરહદો પર આવે છે જેનું ડિસ્ટ્રીબ્યુશન ગુજરાત રાજ્યનાં શહેરો તેમજ ગામડાના વિસ્તારોમાં થાય છે. 1 વર્ષમાં દારૂનાં ધંધા કરનારાઓએ આખા ગુજરાત રાજ્યમાં પોલીસ પર 14 હુમલા કર્યા હોવાનું બહાર આવ્યું છે.

ચોંકાવનારી વિગત એવી બહાર આવી છે કે, પોલીસ ઉપર હુમલા કરીને ફરાર થયેલા અપરાધીઓને 1 વર્ષ બાદ પણ પોલીસ પકડી શકતી નથી. પોલીસ ઉપરનાં હુમલામાં હાલ સુધી 1 વર્ષમાં 15 પોલીસ અધિકારીઓને ગંભીર ઇજા થઇ છે.

દારૂની ટ્રકો તેમજ વાહનો જપ્ત કરવા જતી પોલીસ ઉપર બુટલેગરો જીવલેણ હુમલા કરે છે. ઉત્તર ગુજરાતમાં તો એક બનાવમાં પોલીસ ઉપર દારૂ ભરેલી ટ્રક ચઢાવી દીધો હોય એવી ઘટના ઘટી હતી. તો પણ પોલીસ દ્વારા આની સામે કોઇ પણ કામગીરી કરવામાં આવી નથી. દારૂબંધીનાં કાનૂનમાં એટલી ગૂંચ છે કે, ગુજરાત સરકારનું ગૃહ ખાતું દાખલારૂપ કોઈ પણ કાનૂની પગલાં લઇ શકતું નથી.

ગૃહ વિભાગનાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ ઉપર થયેલાં હુમલામાં તપાસ કરીને હાલ સુધીમાં અમે 16 અપરાધીઓની ધરપકડ કરી છે. 4 એવાં બનાવ બનેલા છે કે, જેમાં પોલીસ ઉપર હુમલો કરીને પોલીસ અધિકારીઓને ઇજાઓ પહોંચાદે છે અને પોતાના સાથીદારોને છોડાવી જાય છે. તેનાં અપરાધીઓ હાલ સુધી પકડાયા નથી. એક અપરાધી તો આગોતરા જામીન લઇ લીધી છે તેથી તેની ધરપકડ નથી કરી શકાતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *