સુરત કતારગામથી એસેલ વર્લ્ડ જતા 11 લોકોને નડ્યો ગમખ્વાર અકસ્માત- જુઓ ડરાવી દેતા દ્રશ્યો

Accident in Valsad: રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે અને દિવસેને દિવસે તેની સંખ્યામાં મોટો ઉછાળો થઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો પારડી નેશનલ હાઇવે નંબર 48ના મુંબઈ બાજુ જવાના ટ્રેક પર શુક્રવારના રોજ રાત્રે અઢી વાગ્યે રોહિત ખાડી બ્રિજ નજીક ડમ્પર નંબર DD-01-L-9945 ના પાછળ કન્ટેનર નંબર GJ-15-AV-6809 ધડાકાભેર રીતે ઘૂસી ગયું હતું જેમાં સદનસીબે બંને વાહન સવારોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ દરમિયાન સુરત (Surat) કતારગામ (Katargam)થી 11 લોકો ટેમ્પો ટ્રેક્સ નંબર GJ-05-BV-7806 માં મુંબઈ એસેલવર્લ્ડ જઈ રહ્યા હતા ત્યારે વલસાડ (Accident in Valsad)ના પારડી હાઇવે (Accident on Pardi Highway) પર તુલસી હોટલ નજીક ટ્રાફિક જામમાં ફસાયા હતા.

આ સમય દરમિયાન પાછળથી આવી રહેલા બેફામ ટેમ્પા નંબર DD-01-E-9718ના ચાલકે ટેમ્પો ટ્રેક્સને જોરદાર ટક્કર મારતા વાહન આગળ ચાલતા અન્ય એક ટેમ્પો નંબર GJ-7-UU-5051માં પાછળ ઘૂસી જવા પામ્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પો ટ્રેક્સ ભારે નુકસાન થવા સાથે અંદર સવાર સુરત કતારગામના 11 લોકોને નાની મોટી ઇજા પહોંચતા વલસાડ અને પારડીની 108 માં પારડી કુરેશી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતા.

મહત્વનું છે કે આ ​​​​​​​અકસ્માતને પગલે પારડી હાઇવે પર મુંબઈ બાજુનો ટ્રાફીક વહેલી સવાર સુધી જામ રહ્યો હતો. રોહિત ખાડી નજીકના અકસ્માતમાં ડમ્પર અને કન્ટેનરને સાઇડે કરવા પોલીસને ત્રણ ક્રેન ઘટના સ્થળે મંગાવી છતાં જલ્દીથી મોટા વાહનો ખસેડાયા ન હતા. ટ્રાફિક જામમાં મુંબઈ બાજુ જઈ રહેલા મુસાફરો અટવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેમ્પો ટ્રેક્સમાં સવાર સુરત કતરાગામના ઇજાગ્રસ્તોમાં ઉર્વીશાબેન માંગુકિયાને પગમાં ફેકચર, પિનલને દાઢીના ભાગે ઇજા, ઈશિતાબેન, ઉત્સવભાઈ, શ્રેયાબેન, ઋષિબેન, ખીલનને સામાન્ય ઇજા જ્યારે દીપને હાથની આંગળીમાં ફેકચર આવતા તમામને પારડી કુરેશી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઉર્વશીબેન અને દીપનેવધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *