બનાસકાંઠાના મંડાલી પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: બાઈકસવાર બંને યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં(Banaskantha Accident) બાઈક સવાર…

Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં(Banaskantha Accident) બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જે બાદ આ અકસ્માતના બનાવની જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે.

બાઇકસવાર બન્ને યુવકોના ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ,દાંતા તાલુકાના મંડાલી ગામ નજીક હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટર મંડાલીથી ખેરોજ તરફ જઈ રહ્યું હતું.જ્યારે બાઇકચાલક ડબલ સવારીમાં ખેરોજ તરફથી આવી રહ્યા હતા, ત્યારે ત્રણ રસ્તા પર ટ્રેક્ટર અને બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બન્ને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો અકસ્માતના બનાવો અટકી શકે
આ ઘટનાની જાણ દાંતા પોલીસને કરવામાં આવી હતી.તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને વ્યક્તિઓ દાંતા તાલુકાના તોરણીયા ગામનાં આદિવાસી યુવાનો હોવાનું જાણવા મળ્યુ છે. હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પડતા હોવાથી વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્રણ રસ્તા પડતાં હોવાથી સામેથી આવી રહેલો વાહન પુરઝડપે આવતા હોય છે. જેથી તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે. જેથી અકસ્માત નિવારવા માટે આ ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો સામેથી આવતા વાહનો ધીમે પડે અને અકસ્માત સર્જવાની શક્યતાઓ પર બ્રેક લાગી શકે તેવું લોકો કહી રહ્યા છે.

અકસ્માતના પગલે લોહીના ખાબોચિયા ભરાયા
અકસ્માતની આ ઘટના બાદ રોડ પર લોહી ફેલાઈ ગયું હતું અને લોકોનું ટોળું એકઠું થયું હતું.અકસ્માતની આ ઘટના ઓવરસ્પીડના કારણે ઘટી હોવાનું ક્હેવામાં આવી રહ્યું છે. પોલીસ સ્પીડ લિમિટ માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.ત્યારે આ બંને યુવકોમાં અકાળે મોતના પગલે તેના પરિવારમાં આક્રન્દની ચિચિયારીઓ ગુંજી ઉઠી છે.આ સાથે જ અકસ્માતના પગલે રોડ લોહિયાળ બન્યો હોવાનું સામે આવ્યું છે.