વંથલી-જૂનાગઢ બાયપાસ પરથી પસાર થતી વખતે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2ના કરુણ મોત 

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, વંથલી-જૂનાગઢ બાયપાસ(Vanthali-Junagarh Bypass) પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારા અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બેના ઘટના સ્થળે જ મોત:
મળતી માહિતી અનુસાર, વંથલી-જૂનાગઢ બાયપાસ પર વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેમાં 25 વર્ષીય પાર્થ તારસિંગભાઈ ચૌહાણ અને 42 વર્ષીય નરેન્દ્રભાઈ ભગવાનભાઈ પરમારનો સમાવેશ થાય છે. જયારે અન્ય બે વ્યક્તિની હાલત અતિગંભીર જણાઈ રહી છે.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. લોકો દ્વારા સર્જાતા 108ને જાણ કરાવી હતી અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *