TRB જવાનનો માનવતાભર્યો ચહેરો… ચાલુ બાઈકે ખેંચ આવતા પટકાયેલા યુવકનો જીવ બચાવ્યો

સુરત(Surat): શહેરમાં યુવા વકીલ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra) પર TRB જવાનો દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જે હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આવી સ્થિતિમાં પોલીસનો સકારાત્મક ચહેરો પણ સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, સરથાણા પોલીસ સ્ટેશન(Sarthana Police Station) હદ વિસ્તારમાં સીમાડા ચાર રસ્તા પાસે એક બાઇકચાલકને ખેંચ આવી હતી. જેથી તે નીચે પટકાયા હતા. જેને પગલે હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા બાઇકચાલકની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પ્રાથમિક મદદ કરી:
મળતી માહિતી અનુસાર, રાકેશભાઇ ઠાકરભાઇ ડાંખરા નામના વ્યક્તિને સીમાડા ચાર રસ્તા પાસે બાઇક ચલાવતા સમયે ખેંચ આવી હતી. જેને પગલે તેઓ નીચે પડી ગયા હતા. આ દરમિયાન સરથાણામાં રિઝીયન-1માં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સકતા નરસંગભાઇ તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં હતા. તેથી ત્યાં હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ રાકેશભાઇના હાથ અને પગ ઘસીને તેને પ્રાથમિક સારવાર આપી હતી. પ્રાથમિક સારવાર કરનાર ટ્રાફિક જવાનોની માનવતાનો ચહેરો પણ સામે આવ્યો છે.

હોસ્પિટલમાં પહોંચાડી જીવ બચાવ્યો:
પ્રાથમિક સારવાર આપ્યા બાદ ટ્રાફિકનું સંચાલન કરનારા જવાનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને રાકેશભાઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જેથી સમયસર બાઈક ચાલક રાકેશભાઈને સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ ટ્રાફિક સંચાલન કરનારા જવાનોની માનવતાની છબી પણ લોકોની સામે આવી હતી. જેને જોઇને લોકો પણ ઘણા ખુશ જણાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *