જામનગર-રાજકોટ હાઈવે પર ટ્રક સાથે ટેન્કરનો ખૌફનાક અકસ્માત, બન્ને પડીકું વળી ગયા- પતરા ચીરીને બહાર કઢાયો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારવાર અનેક અકસ્માત(Accident)ના બનાવ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ આવો એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જામનગર-રાજકોટ હાઈવે(Jamnagar-Rajkot highway) પર સોયલ ટોલનાકા(Soyal Tolanaka) નજીક ફર્નેસ ઓઇલ ભરેલા ટેન્કર અને રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ગોઝારા અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો. જેના બંને પગને પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધ્રોલ પોલીસ દ્વારા આ મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતની ઘટના અંગેની વિગત એવી છે કે, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક ગઈ રાત્રિના અરસામાં વાડીનાર બાજુથી રાજસ્થાન જઈ રહેલું જીજે 26 જી.બી.0274 નંબરનું ટેન્કર કે જે સામેથી રોંગ સાઇડમાં આવીને ઊભેલા જીજે 10 વી.3929 નંબરના ટ્રક સાથે જોરદાર રીતે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બંને વાહનોની ખોડી એકબીજાના અંદર ઘૂસી જવા પામીહતી અને ટેન્કરનો ચાલક તેમાં ફસાઈ ગયો હતો. જેના બે પગ અંદર ફસાઈ ગયા હોવાને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જેથી સૌપ્રથમ એમ્યુલન્સ 108 ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.

જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીને પણ ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ પતરા વગેરે કાપીને ૩૫ વર્ષીય ઇજાગ્રસ્ત ડ્રાઇવર છોટુભાઈ ફુલસંગને તેમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 નંબરની એમ્બ્યુલન્સ માધ્યમથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આ ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ અકસ્માતની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *