જાન લઈને જઈ રહેલા પરિવાર માથે ત્રાટક્યો કાળ- કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના 9 લોકોના કરુણ મોત

રાજસ્થાન(Rajasthan) રાજ્યના કોટા(Quota) શહેરમાં રવિવારની સવાર દુઃખદ સમાચાર લઈને આવી. આજે અહીં એક મોટો અકસ્માત(Accident) થયો હતો. હકીકતમાં, રાજ્યના સવાઈ માધોપુર બરવાડા વિસ્તારથી મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન(Ujjain) જાન લઈને જઈ રહેલી એક કાર અકસ્માતનો ભોગ બની હતી. લોકોથી ભરેલી અર્ટિગા કાર કોટા શહેરની વચ્ચેથી પસાર થઈ રહી હતી. પરંતુ આ દરમિયાન બેકાબુ બનીને નદીમાં ખાબકી હતી. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે.

મોડી રાત્રે અકસ્માત, કોઈને પણ ન હતી જાણકારી:
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે બનેલી આ ઘટનાની કોઈને જાણ નહોતી. પરંતુ કોઈએ આ કારને રાત્રિ દરમિયાન નદીમાં પડતી જોઈ હતી. જે બાદ પોલીસને મળી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જ કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનની રેસ્ક્યુ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.

નદીમાં ડૂબી ગયેલી કારમાંથી 9 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા:
રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે આ ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનની રેસ્ક્યુ ટીમે નદીમાં ડૂબી ગયેલી કારમાંથી 9 મૃતદેહોને બહાર કાઢ્યા છે. કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનની રેસ્ક્યુ ટીમ વિષ્ણુ શૃંગીના નેતૃત્વમાં તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

કોટા એસપીએ કહ્યું- મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે:
અહીં કોટાના પોલીસ અધિક્ષક કેસર સિંહે માહિતી આપી છે કે કારમાંથી 9 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં તેમના નામ અને સરનામાની ઓળખ થઈ શકી નથી. કોટા પોલીસ સવાઈ માધોપુર જિલ્લા પોલીસનો સંપર્ક કરી રહી છે અને મૃતકોને શોધી રહી છે જેથી નજીકના સંબંધીઓને જાણ કરી શકાય. સાથે જ બચાવ કામગીરી પણ ચાલી રહી છે.

સીએમ ગેહલોતે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો:
રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કોટામાં થયેલા દર્દનાક અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ ગેહલોતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “કોટામાં લગ્નના સરઘસની કાર ચંબલ નદીમાં પડી જતાં વરરાજા સહિત 9 લોકોના મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. કલેક્ટર સાથે વાત કર્યા પછી, મને આખી ઘટના વિશે જાણ થઈ છે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના.” ભગવાન તેમને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે, મૃતકોના આત્માને શાંતિ મળે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *