ગુજરાત(Gujarat): રાજ્યમાં એક તરફ સૌરાષ્ટ્ર(Saurashtra)ના મેળા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે અનેક મેળામાં દુર્ઘટનાના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે આવી જ એક દુર્ઘટના રાજકોટના લોકમેળામાં બની છે. મોતના કુવા(well of death)માં ચાલુ શો દરમિયાન કાર નીચે ખાબકી હતી. સદ્દનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. આ દુર્ઘટના કારનું ટાયર નીકળી જવાને કારણે બની હતી. જેના ચોંકાવનારા સીસીટીવી(CCTV) પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં આ દુર્ઘટના ઘટી છે. મોતના કૂવામાં ચાલુ શો દરમિયાન ત્રણ વાહનો ગોળ ગોળ ફરી રહ્યા હતા. જેમાં એક કારનું ટાયર ચાલુમાં નીકળી ગયુ હતું. આ કારણે ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે પડી હતી. ટાયર નીકળી જવાને કારણે કાર સીધી નીચે ખાબકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે.
View this post on Instagram
અનેક વાર આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આ મોતના કુવામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી. મોતના કુવામાં ગોળ-ગોળ ફરતી કાર અચાનક જ નીચે ખાબકતા ત્યાં હાજર લોકો પણ ભયભીત થઇ ગયા હતા. હાલમાં આ ઘટના અંગેનો વિડીયો સામે આવ્યો છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે યોજાઈ રહેલા લોકમેળામાં અનેક દુર્ઘટના ઘટી રહી છે. એક દિવસ અગાઉ લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી જવાને કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તો તે અગાઉ ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓને વીજકરંટ લાગતા મોત થયું હતું. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો અને જેને ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.