બાલાજીના દર્શન કરી પરત ફરી રહેલાં પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત; કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકો જીવતા ભુંજાયા

Rajasthan Accident: રાજસ્થાનના સીકર જિલ્લામાંથી દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.ચુરુ-સાલાસર રાજ્ય ધોરીમાર્ગ પર એક ઝડપી કાર એક ટ્રક સાથે(Rajasthan Accident) અથડાઈ હતી. અથડામણ બાદ…

Rajasthan Accident: રાજસ્થાનના સીકર જિલ્લામાંથી દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.ચુરુ-સાલાસર રાજ્ય ધોરીમાર્ગ પર એક ઝડપી કાર એક ટ્રક સાથે(Rajasthan Accident) અથડાઈ હતી. અથડામણ બાદ કાર અને ટ્રકમાં આગ લાગી હતી. કારમાં મુસાફરી કરી રહેલા દંપતી અને તેમની બે પુત્રીઓ સહિત સાત લોકો જીવતા સળગી ગયા હતા.જે દ્રશ્યો જોઈને આસપાસના લોકો હચમચી ગયા હતા.

7 લોકો જીવતા સળગી ગયા
રાજસ્થાનના સીકર જિલ્લાના રવિવારે હચમચાવતો અકસ્માત સામે આવ્યો હતો.બપોરે 2.30 વાગ્યે એક કારે ટ્રકને ટક્કર મારી હતી.જે આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર અને તેમાં સવાર તમામ લોકો બળીને રાખ થઈ ગયા હતા. ભીષણ આગને કારણે થોડીવારમાં જ બે માસુમ બાળકો અને પરિવારની ત્રણ મહિલાઓ સહિત સાત લોકો જીવતા દાઝી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે કોઈ કશું કરી શક્યું ન હતું. પરિવાર સાલાસર બાલાજીના દર્શન કરીને મેરઠ પરત ફરી રહ્યો હતો. બળીને મૃત્યુ પામનારાઓમાં પતિ-પત્ની, બે પુત્રીઓ, માતા અને કાકી સહિત 7 લોકોનો સમાવેશ થાય છે.

ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર અથડાઈ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇવે પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળ નજીકથી મળેલા મોબાઈલ ફોનની રીંગ વાગી ત્યારે સ્થળ પર હાજર લોકોએ ફોન ઉપાડીને વાત કરી હતી. એક મહિલાએ ફોન કરીને પોતાને મેરઠની રહેવાસી હોવાનું જાહેર કર્યું હતું. તેણે કહ્યું કે આ ફોન તેની માતાનો છે અને ત્યાર બાદ જ મૃતકની ઓળખ થઈ શકશે. આ તમામ મેરઠના શારદા રોડના રહેવાસી હતા.

જોરદાર ટક્કર લાગી
આગ એટલી ગંભીર હતી કે પોલીસ અને ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં સમગ્ર ખેલ ખતમ થઈ ગયો હતો. આગ લાગતા જ ટ્રક ચાલક અને હેલ્પર નાસી છૂટ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને કોટવાલ સુભાષ બિજરનિયાના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શહેરના સાલાસર પુલિયા પર બપોરે 2.30 વાગ્યે થયો હતો. એક ટ્રક અને કાર ચુરુ તરફ જઈ રહ્યા હતા.ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં અન્ય વાહનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર અસંતુલિત બની હતી અને આગળ જતા ટ્રક સાથે અથડાઈ હતી.