કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકાને આપવાના RTI ના 2015 અને 2024ના જવાબ અલગ કેમ? ભાજપ નેતાને કેન્દ્રે માત્ર ચાર દિવસમાં આપી દીધી માહિતી

દેશભરમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ત્યારે ગતરોજ વીદેશ મંત્રી એસ જયશંકર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી જેમાં પ્રધાનમંત્રી મોદીના કચ્ચાથીવું  ટાપુ શ્રીલંકાને આપી દેવાનો દાવો કર્યો હતો તેને સમર્થન કરતી RTI ની વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, કોંગ્રેસ સરકારે ભૂતકાળમાં શ્રીલંકાને કચ્ચાથીવું (katchatheevu island rti) નામનો તમિલનાડુ નજીક રહેલો એક ટાપુ આપી દીધો હતો. ત્યારે આના જવાબમાં કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા ચોકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ ભાજપના પ્રમુખ અન્નામલાઈ દ્વારા ચાર દિવસ અગાઉ જ કરવામાં આવેલી એક આરટીઆઇમાં માહિતી માંગવામાં આવી હતી કે કચ્છાથીવું ટાપુ નું 1961 નું સ્ટેટસ શું હતું? જ્યારે બીજા સવાલમાં માહિતી માંગવામાં આવી હતી કે 1974 માં તમિલનાડુના મુખ્યમંત્રી અને ભારતના વિદેશ સચિવ દ્વારા શ્રીલંકા સાથે કચ્છાથીવુ (katchatheevu island rti) ટાપુ બાબતે કરવામાં આવેલી વાતચીત ના ડોક્યુમેન્ટ આપો.

ખૂબ જ ચતુરાઈ પૂર્વક આર.ટી.આઈ અરજી તૈયાર કરવામાં આવી હતી. જેનો વિદેશ મંત્રાલય દ્વારા માત્ર ચાર દિવસમાં જવાબ આપી દેવાયો હતો. તમિલનાડુના પત્રકાર અરવિંદ ગુણશેખર જણાવે છે કે કચ્છાથીવુ સંધિ બાબતની આર.ટી.આઈ પાંચ માર્ચે ફાઇલ કરવામાં આવી અને 12 માર્ચે આ અંગેના દસ્તાવેજો પણ આપી દેવામાં આવ્યા. આપણે આશા રાખીએ કે દેશને પણ આવી રીતે જ માત્ર ચાર વર્કિંગ 4 દિવસમાં જ બધી માહિતીઓ સરકાર આપવા લાગે.

આરટીઆઈ ના જવાબ આવ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને દાવો કરાયો હતો કે કોંગ્રેસ દ્વારા ટાપુ શ્રીલંકાને આપી દેવામાં આવ્યો છે, પરંતુ આના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ દાવાને પોકળ સાબિત કરાયો છે. પવન ખેરા દ્વારા 2015 ની એક આરટીઆઇ નો જવાબ દેખાડવામાં આવ્યો છે. જેમાં હાલના વિદેશ મંત્રી તત્કાલીન વિદેશ સચિવ હતા એ સમયે જવાબ અપાયો હતો કે આ વિસ્તાર ભારત દ્વારા હસ્તગત કરવો અથવા કોઈને આપવાનું બનતું જ નથી. કારણ કે આ વિવાદિત વિસ્તાર ક્યારેય કોઈ દેશની સીમામાં સીમાંકન કરાયો જ નથી. વિવાદિત વિસ્તાર કરારો હેઠળ ભારત શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા ની શ્રીલંકાની તરફ આવેલું છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદી દ્વારા સવાલ કરાયો છે કે, વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી દ્વારા દવામાં કહેવામાં આવ્યું છે કે કચ્છાથીવુ ટાપુ શ્રીલંકાને સોંપી દેવાયો છે. 2015 માં આરટીઆઈના જવાબ મુજબ જ્યારે વર્તમાન વિદેશ પ્રધાન FS તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે “આમાં ભારતની માલિકીનો વિસ્તાર હસ્તગત કરવાનો અથવા તેને સોંપવાનો સમાવેશ થતો નથી કારણ કે પ્રશ્નમાં રહેલા વિસ્તારનું ક્યારેય સીમાંકન કરવામાં આવ્યું ન હતું. કરારો હેઠળ, કાચાથીવુ ટાપુ ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખાની શ્રીલંકાની બાજુએ આવેલું છે.” આજે વિદેશ મંત્રી અને ગઈકાલે પીએમે દાવો કર્યો હતો કે તેને ‘સોંપવામાં આવ્યો છે’ તો શું તેમની ચૂંટણીની રાજનીતિ માટેના વલણમાં પરિવર્તન આવ્યું છે કે મોદીજીએ શ્રીલંકા માટે કેસ કર્યો છે?”