હાલમાં એક એવી દુ:ખદાયક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ચાલતી બસમાં બેઠેલી એક વ્યક્તિએ બારીમાંથી માથું બહાર કાઢ્યું અને સામેથી એક ઝડપી ટ્રકે તેના માથામાં જોરશોરથી ટક્કર મારી હતી. યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ બનતા બસમાં બેઠેલા મુસાફરો ચીસો પાડવા લાગ્યા હતા.
જાણવા મળ્યું છે કે, મંગળવારે સાંજે બસમાં મુસાફરી દરમિયાન બારીમાંથી મોઢું બહાર કાઢતા એક શખ્સને સામેથી આવી રહેલી ટ્રકને ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. યુવાનની ડેડબોડી બસની બારી પર લટકી હતી. મૃતક મુસાફરની ઉંમર 35 વર્ષની હતી.
મળતી માહિતી અનુસાર, આ બનાવમાં મૃત્યુ પામેલ યુવાન બસમાં સવાર હતો અને બે કિલોમીટર પછી તે ઉતરવાનો હતો, પરંતુ તેને ક્યા ખબર હતી કે, એ બસ માંથી જીવતો નીચે ઉતરવાનો જ નથી. બસમાં ને બસમાં જ તે તેના જીવનના અંતિમ શ્વાસ લેશે. આ બનાવ બનતાની સાથે જ ત્યાંની સ્થાનિક પોલીસ અને લોકોની ભીડ જામી ગઈ હતી. અને ત્યારબાદ પોલીસે મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
બસ કંડકટરે જણાવ્યું કે, ચાલતી બસમાં મુસાફરે બારીમાંથી માથું બહાર કાઢ્યું હતું. ત્યારબાદ સામેથી આવી રહેલી હાઇ સ્પીડ પિક-અપે તેને કચડી નાખ્યો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કચડાયેલી લાશ જોઇ બસમાં બેઠેલા અન્ય મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો અને ચીસો પાડવા લાગ્યા. આ મામલે તાત્કાલિક બસ ડ્રાઈવરે બસ એકતરફ ઉભી રાખીને પહેલા પોલીસને આ મામલે જાણ કરી હતી.
આ અંગે હેડક્વાર્ટરના ડીએસપીએ જણાવ્યું હતું કે, બસ અને ટ્રક માલિકોની બેદરકારી હોવાનો આરોપ લગાવતા પરિવારે એફઆઈઆર નોંધાવી છે. મુસાફરી દરમિયાન, માથું બહાર નીકળતાં ટ્રકે કચડી નાખ્યો હતો. બસમાં બેઠેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડીએસપીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ પ્રવાસ દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને બારીમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢે. આ અકસ્માત બિહારમાં આવેલ બેગુસરાયના બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારના એન.એચ.28 પર સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.