જાણો કેમ આ ઇન્સ્પેકટરે સળગાવી દીધા 20 લાખ રોકડા રૂપિયા, ચોંકવનારૂ છે કારણ- જુઓ વિડીયો

હાલમાં એક ખુબ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. હાલમાં ભ્રષ્ટાચારથી બચવા માટેની એક નવીન ઘટના સામે આવી છે. રાજ્યમાં આવેલ સિરોહીમાં લાંચ લીધેલી રકમ પકડાઈ…

હાલમાં એક ખુબ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. હાલમાં ભ્રષ્ટાચારથી બચવા માટેની એક નવીન ઘટના સામે આવી છે. રાજ્યમાં આવેલ સિરોહીમાં લાંચ લીધેલી રકમ પકડાઈ જવાના ભયથી એક ઈન્સ્પેક્ટરે 20 લાખ રૂપિયાની નોટોને સ્વાહા કરી દીધી હતી.

તેણે રાંધણગેસના ચૂલા પર એક બાદ એક નોટોને અગ્નિમાં પધરાવી દેવામાં આવી હતી. આ કાર્ય કરવામાં તેની પત્નીએ પણ ખુબ સહકાર આપ્યો હતો. ACBની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં, જેને લીધે તેને આ પગલું ભર્યું હતું. પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેણે આ રૂપિયા લાંચ પેટે એકત્ર કર્યા હતા.

પકડાઈ જવાનાં ભયથી તેણે બધાં પુરાવાઓ નષ્ટ કરવા માટે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. ACBની ટીમે બુધવારની સાંજે સિરોહીના ભંવરીમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા મહેસૂલ ઈન્સ્પેક્ટર (RI) પરબતસિંહને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ વખતે કહ્યું હતું કે, તેણે આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી.

ઈન્સ્પેક્ટરને દરોડા અંગે અગાઉથી જાણ હતી :
ACBને માહિતી મળતાંની સાથે જ તેણે કલ્પેશના ઘરે દરોડો પાડવા માટે પહોંચી ગઈ હતી પણ કલ્પેશને આની જાણ અગાઉથી જ થઈ ગઈ હતી. ઝડપથી તે ઘરે પહોંચી ગયો તેમજ પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. ACBની ટીમ પણ ગણતરીના સમયમાં તેના ઘરે પહોંચી ગઈ હતી પણ કલ્પેશે ઘરનો દરવાજો ખોલ્યો ન હતો.

1 કલાકની મહેનત પછી કટરથી દરવાજો કાપ્યો : 
પિંડવારા પોલીસની મદદ લઈને ACBએ અંદાજે 1 કલાકની મહેનત બાદ કટરથી દરવાજો કાપી નાખ્યો હતો. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. ACBનો દાવો રહેલો છે કે, તેણે અંદાજે 20 લાખ રૂપિયાની નોટો સળગાવી દેવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી ACBને અડધી બળેલી નોટો મળી આવી છે.

ખૂલી બોલીની હરાજી માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી :
સાંડિયાના રહેવાસી મૂલસિંહે આ મામલે ACBને ફરિયાદ કરવામાં આવી હતી. મૂળસિંહે આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે, પિંડવારા રેન્જમાં આમળાંની છાલની ખૂલી બોલીથી હરાજી કરવામાં આવતી હતી. ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન દ્વારા આ કરાર માટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ અંગે તેમણે RI પર્બતસિંહને જણાવ્યું હતું કે, અગાઉ પણ 1 લાખ રૂપિયા આપી દો, ત્યારબાદ કામ પૂર્ણ થઈ જતાં બીજા 4 લાખ આપજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *