અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર માળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ત્રણ વર્ષના પુત્રના પગની સારવાર માટે વાઘોડિયા(Vaghodia) ગયેલા સુભાનપુરા (Subhanpura)ના પરિવારના બાઇકનો કાર સાથે અકસ્માત થતાં 9 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકનું મૃત્યુ નીપજતા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, નરેન્દ્રભાઈ કાંતિલાલ વસાવા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહે છે. તેઓ છુટક નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં 2 બાળકો પૈકી નાના પુત્રને પગે ચાલવાની તકલીફ છે. શુક્રવારે તેઓ પત્ની ઉષા અને તેમનાં 2 સંતાનો 9 વર્ષના પારસ અને 3 વર્ષના વંશને લઈ બાઈક પર વાઘોડિયા ગયા હતા. ત્યાંથી સાંજે 4-30 વાગ્યાના અરસામાં વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન વડોદરાથી વાઘોડિયા જતી અર્ટિકા કારના ચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર કૂદી કાર સામેથી પસાર થતા નરેન્દ્રભાઈના બાઈક સાથે અથડાઈ હતી.
જેના કારણે કારમાં સવાર દંપતી અને નરેન્દ્રભાઈનો પરિવાર ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત ગ્રસ્ત 6 લોકોમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “બેકાબુ બનેલી કારે ડિવાઇડર કૂદાવી બાઇક સવાર પરિવારને અડફેટે લીધો, 9 વર્ષીય બાળકનું મોત – ‘ઓમ શાંતિ’”