યમરાજ બન્યો ટ્રક, મા-દીકરી સહિત ત્રણ લોકોને કચડી નાખ્યા

ગઈકાલે રાત્રે એક ટ્રકે બાઈક સવાર ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. ત્રણે લોકોને કચડયા બાદ ટ્રકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ  બાઈક સવાર ના મૃત્યુ નિપજયા થયા હતા. ત્રણ મૃતકમાં એક નાની બાળકી પણ શામેલ છે. દુર્ઘટનાની સૂચના જ્યારે પરિવારને આપવામાં આવી તો પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું. આ ઘટના રાજસ્થાનના બીકાનેર જિલ્લાની છે.પોલીસે જણાવ્યું કે ગઇરાત્રે બામનવા અને દીધેલા ગામ વચ્ચે એક વ્યક્તિ બાઈક પર સવાર થઇને જઇ રહ્યો હતો જેને પાછળથી આવી રહેલા બેકાબૂ ટ્રકે કચડી નાખ્યા હતા.

ત્યાંથી નીકળતા લોકોએ આ વિશે પોલીસને જાણકારી આપી અને ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી. પોલીસે ત્રણેય લોકો ને બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતકોની ઓળખ નાથવાના નિવાસી સુનિલ સ્વામી, ઇમારતી દેવી અને બાળકી રાધિકાના રૂપમાં કરી છે. પોલીસે મોડીરાત્રે ટ્રક અને દુર્ઘટનાગ્રસ્ત બાઇકને જપ્ત કરી લીધી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ટ્રકના ડ્રાઇવરની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત બિકાનેરના જ કોલાયત વિસ્તારમાં આજે સવારે પોલીસને એક લાશ મળી આવી છે. પોલીસને લાશ કપિલ સરોવરમાંથી મળી છે. લાશ એક યુવકની છે અને તેની ઓળખ થઇ શકી નથી. પ્રાથમિક ધોરણે તેને આત્મહત્યા માનવામાં આવી રહી છે. આસપાસ રહેતા લોકો અને જિલ્લાભરના પોલીસ સ્ટેશનમાં પાછલા થોડાક દિવસોમાં નોંધાયેલા ગુમ થયાના કેસના આધારે ઓળખની કોશિશ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *