સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ ઉપર કાયમ એકસીડન્ટ ની ઘટનાઓ બનતી રહે છે. એવામાં આજે સુરતના સીમાડા ગામ પાસે બેફામ કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો.
પુરપાટ ઝડપે આવતી કાર બીઆરટીએસના ડીવાઇડર સાથે અથડાઇ ગઇ હતી. આ કાર ડ્રાઈવર બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો.કાર એટલી સ્પીડે અથડાઈ કે કારની અંદર આવતી એર બેગ પણ ખુલી જવા પામી હતી.
સદ નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ અકસ્માતમાં રાહદારીઓ નો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જેથી કોઈને પણ કશું નુકસાન થયું નથી.
કાર અથડાયા બાદ આજુબાજુના લોકો ટોળે વળી ગયા હતા. તેમજ કાર અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP