હાલ સાઉથ ઈન્ડસ્ટ્રી (South Industry)માંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર વિજય સેતુપતિ (Vijay Sethupathi)ની ફિલ્મના સેટ પર અકસ્માત થયો છે. જેમાં સ્ટંટમેન એસ સુરેશ(Stuntman S Suresh) વિજય સેતુપતિ માટે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત(Accident) નડ્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું. જણાવી દઈએ કે એસ સુરેશ 54 વર્ષના હતા.
અકસ્માત કેવી રીતે થયો:
મળતી માહિતી અનુસાર, દિગ્દર્શક વેત્રીમારનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘વિદુથલાઈ’નું શૂટિંગ ચેન્નાઈના વંદલુરમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન સુરેશ મુખ્ય સ્ટંટ ડિરેક્ટર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. જ્યારે તે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે તેના કો-ઓર્ડિનેટર પણ ત્યાં હાજર હતા.
આ દરમિયાન ફિલ્મના એક સીન પ્રમાણે તેણે ઊંચાઈ પરથી કૂદવાનો સ્ટંટ કરવાનો હતો. અહેવાલો અનુસાર, સુરેશને દોરડાની મદદથી ક્રેન સાથે બાંધવામાં આવ્યો હતો, પરંતુ દ્રશ્ય શરૂ થતાં જ દોરડું તૂટી ગયું અને સ્ટંટમેન સુરેશ લગભગ 20 ફૂટની ઊંચાઈથી સીધો નીચે પડ્યો. ત્યારબાદ તાત્કાલિક પણે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
25 વર્ષથી નોકરી કરતો હતો:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરેશ 25 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટંટમેન તરીકે કામ કરી રહ્યો હતો. આ દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. આ સાથે સેટ પરની આ ઘટના બાદ પોલીસે પણ કેસ શરૂ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.