જુઓ કેવીરીતે આટલા મોટા ખાડામાં ઘુસી ગઈ SUV કાર- ભૂલ કોની? હાંકવા વાળાની કે…

હાલના સમયમાં અકસ્માત (Accident) ની સંખ્યા કોરોના કરતા પણ વધુ વેગે આગળ વધી રહી છે, અકસ્માતમાં દરરોજ સેકંડો લોકો મોતને ભેટી રહ્યા છે. ઘણીવાર એવા…

હાલના સમયમાં અકસ્માત (Accident) ની સંખ્યા કોરોના કરતા પણ વધુ વેગે આગળ વધી રહી છે, અકસ્માતમાં દરરોજ સેકંડો લોકો મોતને ભેટી રહ્યા છે. ઘણીવાર એવા અકસ્માત બની જતા હોય છે, કે જેને જોઇને લોકોની આંખો પહોળીને પહોળી રહી જાય છે. હાલ આવો જ અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક કાર મોટા ખાડામાં ખાબકે છે. જોકે, કારની સ્પીડ ધીમી હોવાથી વધુ જાનહાની થતી નથી. પરંતુ લોકો આ ઘટનાને એક તંત્રની બેદરકારીના રૂપે જોઈ રહ્યા છે.

આ ઘટનામાં એક SUV કાર મોટા ખાડામાં ખાબકી હતી. આ વિશાળ ખાડો પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે બનાવવામાં આવ્યો હતો, હાલમાં ત્યાં કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી કારમાં સવાર મુસાફરને ખાડાનો ખ્યાલ ન આવ્યો, જેના કારણે કાર ત્યાં જ પડી ગઈ.

ખાડામાં પડી ગયેલી SUV કારના ફોટા, વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કારનો આગળનો ભાગ ખાડામાં ઘુસી ગયો છે. તે જ સમયે, પાછળનો ભાગ અને ટાયર હવામાં ઝૂલતા હોય છે. કાર ચલાવનાર વ્યક્તિ કોઈક રીતે તેનો જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો. કાર ચલાવનાર યુવકને સામાન્ય ઈજાઓ થઈ છે.

વાસ્તવમાં, સરકાર હાલમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કામ કરી રહી છે. ચોમાસા દરમિયાન વિધાનસભામાં આ વાત કહેવામાં આવી હતી. જેમાં પાણી ભરાવાની સમસ્યા સરકાર દૂર કરશે જેના માટે ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. એવું માનવામાં આવે છે કે કામની ગતિ ધીમી છે, જેના કારણે તે હજુ સુધી પૂર્ણ થયું નથી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુ (Tamil Nadu) ની રાજધાની ચેન્નાઈ (Chennai) માં આ ચોંકાવનારો અકસ્માત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *