સુરતમાં મોબાઈલ સ્નેચરોએ લીધો વિદ્યાર્થીનો ભોગ- સ્નેચરોનો પીછો કરવા જતા વિદ્યાર્થીને મળ્યું મોત ‘ઓમ શાંતિ’

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)ના લીંબાયત(limbayat) વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થી સાથે મોબાઈલ સ્નેચિંગની ઘટના બાદ સ્નેચરો(Snatchers)નો પીછો કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીનું મોત…

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)ના લીંબાયત(limbayat) વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થી સાથે મોબાઈલ સ્નેચિંગની ઘટના બાદ સ્નેચરો(Snatchers)નો પીછો કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી(Student)નું બાઇક(Bike) સ્લીપ થયાં બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ(Hospital) ખસેડવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યું છે કે, સુરતના લીંબાયત વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સુરતમાં બેફામ બનેલા સ્નેચરોને જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેવી સ્થિતિ બની છે. લિંબાયત પદમાવતી સોસાયટી ખાતે રહેતો મોહમ્મદ તકસીર મોહમદ વસીમ સિદ્દીકી(22)એ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો હતો અને આગળ એમબીએનો અભ્યાસ કરવાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે.

તેના પિતાની ઉધના ખાતે ફેબ્રિકેશનની દુકાન છે. રવિવારે તે પિતાની દુકાને ગયો હતો અને ઈસાની નમાજ અદા કર્યા બાદ ઘરે આવવા માટે નીકળ્યો હતો. ઘરે જતી વખતે ઉધનાથી લિંબાયત જતા બ્રિજ નજીક તે મોબાઈલ ફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યો હતો.

આ દરમિયાન, બાઈક પર આવેલા અજાણ્યા શખ્સે તેનો મોબાઈલ ફોન આંચકી લીધો અને નાસી છુટતા તેમને પકડવા માટે બાઈક પર મોબાઈલ સ્નેચરોનો પીછો કર્યો હતો. જોકે, મોબાઈલ સ્નેચરોને પકડવા જતા તેની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા મોહમંદ તકસીરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા ઉધના પોલીસ તાતાક્લિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *