હાલમાં સુરતવાસીઓ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી અને દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર જતા હોય છે. પરંતુ સુરતના કપોર્દ્રા વિસ્તારમાં રહેતા એક પરિવારને આ પ્રવાસના જિંદગી ગુમાવવી પડી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના 38 વર્ષીય અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા પોતાના પરિવાર અને બનેવી અને ભાણેજ સાથે રાજકોટ તરફથી ગોંડલ જઈ રહયા હતા.
રાજકોટથી રવાના થયેલા આ પરિવારને ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર કુદાવી સામેની રોંગ સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત 5 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવીછે.
સ્થાનિક લોકો દ્વારા કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
કારમાં સવાર લોકોના નામ જાણીએ તો, મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા ઉ.વ. 38, પત્ની સોનલબેન ઉ.વ. 38, પુત્ર ધર્મિલ ઉ.વ. 12, માતા શારદાબેન ઉ.વ. 56, બનેવી પ્રફુલભાઈ બામ્ભરોલિયા, બહેન ભાનુબેન અને ભાણેજ જેની ઉ.વ. 8 સહિતનાઓ એસેન્ટ કાર નંબર GJ 05 CQ 4239 મારફત સૌરાષ્ટ્રમાં સંબંધી ને ત્યાં લગ્ન પ્રસંગ માં આવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.