મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતી- બાપુ તેમના જન્મદિવસે કરતા હતા આ ખાસ કામ

Mahatma Gandhi Jayanti: ગાંધીવાદી રામચંદ્રના મુજબ ભાગ્યે જ ગાંધીજી પોતાનો જન્મદિવસ(Mahatma Gandhi Jayanti) મનાવતા હતા પરંતુ લોકો તેમના જન્મદિવસને તહેવારની જેમ ઉજવતા. તેઓએ 100 વર્ષ પહેલાં કહેલી વાતોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 1918માં ગાંધીજીએ તેમનો જન્મદિવસ મનાવનારાને કહ્યું કે મારા મૃત્યુ બાદ મારી કસોટી થશે કે હું જન્મદિવસ મનાવવા લાયક છું કે નહીં.

પોતાના જન્મદિવસ 2 ઓક્ટોબરે શું કરતા બાપુ?
ગાંધીવાદી રામચંદ્રના મુજબ આ દિવસ બાપુ માટે ગંભીર રહેતો. તેઓ ઈશ્વરને ખુબ પ્રાર્થના કરતા, ચરખો ચલાવતા અને સાથે મોટાભાગનો સમય તેઓ મૌન રહેતા. કોઈ પણ મહત્વપૂર્ણ દિવસે બાપુ આવું જ કરતા હતા. રાહીએ કહ્યું છે કે સરકાર આજે ગાંધી જયંતી પર અનેક કાર્યક્રમો અને સમારોહ આયોજિત કરી રહી છે.

સરકારને ગાંધીજીના વિચારો સાથે લેવા દેવા નથી. તેઓ તેમના સ્વાર્થ માટે ગાંધીજીનું નામ વાપરે છે. તેઓ કહે છે કે જો સરકાર સાચે જ ગાંધીજીનો જન્મદિવસ મનાવવા ઈચ્છે છે તો તેઓએ ગાંધીજીના વિચારો પર સમાજને આગળ લાવવાની ઘણી કોશિશ કરવી જોઈએ. વર્તમાન સરકાર ગાંધીને અને તેમના જન્મદિવસને સફાઈ સાથે જોડે છે.

ગાંધી જયંતિના નામ હેઠળ સરકારની તરફથી સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. તેની પર રાહીએ કહ્યું કે જો સફાઈને વિશે વિચારીએ તો પહેલું કામ એ હોવું જોઈએ કે દેશમાં સફાઈ કરનારાને સુવિધા પૂરી પાડવી જોઈએ. તેનાથી તેમને ગટરમાં ઉતરીને સફાઈ ન કરવી પડે. સફાઈ કર્મીને મૃત્યુના મોઢામાં ધકેલનારી સરકાર માટે આ ખુબ શરમની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *