મણિપુરમાં હિંસા ફેલાવવા બાબતે NIA એ કર્યો મોટો ઘટસ્ફોટ- કયા બે દેશમાંથી આવ્યો હતો દારુ ગોળો અને હથિયાર

Manipur Violence: મણીપુર હિંસા મામલે રાષ્ટ્રીય તપાસ એજેન્સી-NIA એક મોટો ખુલાસો કર્યો છે. NIAના જણાવ્યા અનુસાર, મણીપુર હિંસામાં મ્યાનમાર અને બાંગ્લાદેશના આતંકવાદીઓ હથિયારો સપ્લાઈ કરી…

Manipur Violence: મણીપુર હિંસા મામલે રાષ્ટ્રીય તપાસ એજેન્સી-NIA એક મોટો ખુલાસો કર્યો છે. NIAના જણાવ્યા અનુસાર, મણીપુર હિંસામાં મ્યાનમાર અને બાંગ્લાદેશના આતંકવાદીઓ હથિયારો સપ્લાઈ કરી રહ્યા છે. મ્યાનમાર અને બાંગ્લાદેશના ઉગ્રવાદી સમૂહોએ મણીપુરમાં વિભિન્ન જાતીય સમૂહો વચ્ચે હિંસા ભડકાવવાના ઈરાદાથી ભારતમાં ઉગ્રવાદી નેતાઓના એક વર્ગ સાથે મળીને આ મોટું ષડયંત્ર રચ્યું છે.

જેના માટે મ્યાનમાર અને બાંગ્લાદેશના આતંકી સંગઠનોના હેન્ડલર્સ મણીપુર(Manipur Violence)માં હથિયાર, દારૂગોળો અને અન્ય પ્રકારના આતંકવાદી સાધનોની ખરીદી માટે ફંડિંગ પણ કરી રહ્યા છે. તેમને સરહદ પારથી તેમજ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કાર્યરત અન્ય આતંકવાદી સંગઠનો તરફથી પણ ઘણી મદદ મળી રહી છે.

NIAએ કરી એક વ્યક્તિની ધરપકડ
NIAએ ગઈકાલે રાજ્યમાં ચાલી રહેલી વંશીય અશાંતિનો લાભ લેવા માટે ભારત સરકાર વિરુદ્ધ કાવતરામાં કથિત સંડોવણી બદલ મણિપુરના એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. NIAના જણાવ્યા અનુસાર આ ષડ્યંત પાછળ મ્યાનમાર અને બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનો મોટો હાથ છે, જેઓ મણિપુરમાં વંશીય અશાંતિનો ફાયદો ઉઠાવીને ભારત સરકાર વિરુદ્ધ એક યુદ્ધ કરવા માંગે છે. મણીપુરમાં 3 મેંના રોજ સૌથી પહેલા વંશીય હિંસા ભડકી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત પણ થયા છે અને ઘણાં લોકો ઘાયલ પણ થયા છે.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઈ
મણિપુરમાં હિંસાની શરૂઆત એક કારણ થઈ હતી તે કારણ છે કે, જયારે બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકજુટતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઈ લોકો છે. તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. જયારે નાગા અને કુકી આદિવાસી 40 ટકા છે અને તેઓ મોટાભાગે પહાડી જિલ્લાઓના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *