હાલમાં વડોદરાના પાદરામાંથી એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જે જાણીને પોલીસ પણ ગોટે ચડી હતી. પાદરાના વડું પોલીસ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં આરોપી અશોક કિશનરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, આરોપી છેલ્લા ઘણા દિવસથી પોલીસના જાપ્તામાં હતો. પરંતુ, આરોપીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેથી તેને પાદરાના કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ દરમીયાન રવિવારે મોદી રાત્રે આ આરોપી ફિલ્મી સ્ટાઈલે પાદરાના કોવિદ સેન્ટરના બાથરૂમની બારી તોડીને ચડ્રનું દોરડું નીચે ઉતારીને ભાગી ગયો હતો. આ દરમિયાન પાદરા પોલીસના જાપ્તામાંથી જ આરોપી ફરાર થતા પાદરા પોલીસની બેદરકારી સામે આવી હતી.
ત્યારબાદ સમગ્ર ઘટનાને પગલે વડોદરા જીલ્લાની વિવિધ એજન્સીઓ વહેલી સવારે પાદરા ખાતે પહોચી હતી. અને તપાસ હાથ દર્વામાં આવી હતી. પરંતુ, 24 કલાક કોવિડ સેન્ટર પાસે પાદરા પોલીસના બંદોબસ્તની પોલ ખુલતા બેદરકારી સામે આવી હતી. આ દરમિયાન અને ગુનામાં સંડોવાયેલ આ કુખ્યાત આરોપી ફરાર થતા પોલીસ પર પણ ઘણા સવાલ ઉભા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.