તાંત્રિકવિદ્યાના નામે યુવતીનું અપહરણ કરી આચરતો રહ્યો દુષ્કર્મ- જાણો સંપૂર્ણ ઘટના

આજકાલ વધી રહેલી દુષ્કર્મના કિસ્સા દરમિયાન ફરીવાર એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જામનગર પંથકમાં રહેતી એક યુવતિનું સાધુના વેશમાં રહેતા શખ્સે તાંત્રિકવિધિથી પરીવારને મારી નાખવાની ધમકી ઉચ્ચારી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ થઇ છે. આ અંગે પંચ બી પોલીસ દ્વારા ભોગગ્રસ્તને શોધી આરોપીને પકડી પાડી કોવિડની તજવિજ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી મળતી મુજબ, શહેરની ભાગોળે સીમ વિસ્તારમાં રહેતા એક પરીવારની યુવતિ ગુમ થયાની પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા ત્વરીત તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વાડી વિસ્તારમાં જ સાધુના વેશમાં રહેતો એક શખ્સ પણ ગાયબ હોવાનુ ખુલ્યુ હતુ.

જેથી પંચ બીના પીએસઆઇ સી.એમ.કાંટેલીયા અને ટીમ દ્વારા મોબાઇલ લોકેશનના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને અમદાવાદનુ લોકેશન મળ્યુ હતુ. જેથી પોલીસની ટીમને નરોડા પાટીયા પાસેથી ભોગગ્રસ્ત અને લાપતા જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી મળી આવ્યા હતા.

આ પ્રકરણમાં ભોગગ્રસ્ત યુવતિની ફરીયાદના આધારે પોલીસ દ્વારા મુળ અરવલ્લીના જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલ ગીરી પૃથ્વીસિંહ પરમાર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ભોગગ્રસ્તની વાડીમાં છ મીના પુર્વે પિતૃ નડતરની વિધિ માટે આવ્યા હતા. ત્યારબાદ અવારનવાર તેની વાડીએ આવીને રોકાતો હતો.

આ દરમિયાન ભોગગ્રસ્તને પરીવારને તાંત્રિક વિધિથી નુકશાન કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્રણ મહિના પહેલા વાડીએ શરીર સંબંધ બાધ્યો હતો. ત્યારબાદ તા.18ના ફરી ધમકી આપીને અપહરણ કરી જુનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન લઇ જઈને રાજસ્થાનમાં જુદા-જુદા સંબંધીના ઘરે બે વાર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *