ગર્લફ્રેન્ડને પ્રેમની કિંમત પોતાનો જીવ આપી ચૂકવવી પડી- પોતાની જ પ્રેમિકાના આરીથી ૩૫ ટુકડા કરી પ્રેમીએ…

લિવ-ઈન રિલેશનશિપ(Live-in relationship)ની એક ખૌફનાક ઘટના અંગે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુવકે યુવતીના શરીરના 35 ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા…

લિવ-ઈન રિલેશનશિપ(Live-in relationship)ની એક ખૌફનાક ઘટના અંગે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુવકે યુવતીના શરીરના 35 ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. જો વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસે(Delhi Police) 5 મહિના પહેલા એટલે કે મે 2022માં થયેલી હત્યા(Delhi Murder Case)નો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, આફતાબ અમીન પૂનાવાલા(Aftab Amin Poonawalla) નામનો વ્યક્તિ કોલ સેન્ટરમાં કામ કરતી મહિલા સહકર્મી શ્રદ્ધા વોકરને લગ્નના બહાને મુંબઈથી દિલ્હી લાવ્યો હતો. જ્યારે શ્રદ્ધાએ તેના પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આફતાબે તેની હત્યા કરી અને તેના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા. પછી દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા.

ઘટનાના લગભગ પાંચ મહિના બાદ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, 59 વર્ષીય વિકાસ મદન વોકરે 8 નવેમ્બરના રોજ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીના અપહરણ માટે FIR નોંધાવી હતી.

તેણે જણાવ્યું કે તે તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. પીડિતાની 26 વર્ષની પુત્રી શ્રદ્ધા વાકર મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક બહુરાષ્ટ્રીય કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં જ શ્રદ્ધા આફતાબ અમીનને મળી હતી. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ તો તેઓએ વિરોધ શરૂ કર્યો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી અને તેને ઘરમાં રાખી, આરીથી તેના 35 ટુકડા કરી નાખ્યા. જેના માટે આફતાબે એક નવું મોટું ફ્રીજ ખરીદ્યું અને તેની અંદર 18 દિવસ સુધી મૃતદેહના ટુકડા રાખ્યા. રાત્રે 2 વાગ્યે તે એક પછી એક મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફેંકી દેતો હતો.

મૃતકના પિતાએ અનિચ્છનીય બનાવની આશંકા વ્યક્ત કરી હતી:
શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરે જણાવ્યું કે દીકરી અને આફતાબે વિરોધ કર્યા બાદ અચાનક જ મુંબઈ છોડી દીધું. બાદમાં જાણવા મળ્યું કે, તે મહેરૌલીના છતરપુર વિસ્તારમાં રહે છે. તેણે કહ્યું કે દીકરીની માહિતી એક યા બીજા માધ્યમથી મળતી હતી. પરંતુ મે મહિનાથી, તેઓ તેના વિશે કંઇ શોધી શક્યા ન હતા. તેના ફોન નંબર પર પણ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ મળ્યો ન હતો. ત્યારબાદ, કંઈક અઘટિત થવાના ડરથી તે 8 નવેમ્બરના રોજ સીધો છતરપુરના ફ્લેટમાં ગયો, જ્યાં પુત્રી ભાડે રહેતી હતી. ત્યાં તાળું મારેલું હોવાને કારણે વિકાસ મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને અપહરણની જાણ કરી અને એફઆઈઆર નોંધાવી.

લગ્ન બાબતે ઝઘડા થયા હતા ઝઘડા:
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા શનિવારે આફતાબને શોધી કાઢ્યો હતો. આફતાબે પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો અને કહ્યું કે લગ્નને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. આથી તેણે 18મી મેના રોજ શ્રદ્ધાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહના અનેક ટુકડા કરી દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી આફતાબની પૂછપરછ કરીને જંગલમાંથી કેટલાક હાડકાં કબજે કર્યા છે. હાલ તેને પોલીસ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *