અમદાવાદ(Ahmedabad)ના સાણંદ(Sanand)માં વર્ષ 2018 દરમિયાન બનેલ ત્રિપલ મર્ડર કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમાં મિર્ઝાપુર કોર્ટે(Mirzapur Court) આરોપી હાર્દિક ચાવડા(Hardik Chavda)ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તેમજ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જયારે 17 સાક્ષી અને 63 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટેએ આરોપીને સજા ફટકારવામાં આવી હતી.
જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર પણ ચૂકવવામાં આવશે. તેમજ આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી નાખી હતી. તેમજ કહેવામાં આવી આવ્યું છે કે, બહેને પ્રેમ લગ્ન કર્યા હતા. જે તેના ભાઈને પસંદ ન આવતા તેને તેની બહેન અને બનેવીની હત્યા કરી હતી. તેમજ આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી તેમજ તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસને ધ્યાનમાં લેતા આરોપી હાર્દિકને ફાંસીની સજા આપવામાં આવી છે.
બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા આવ્યા હતા મારવામાં:
વર્ષ 2018 દરમિયાન સાણંદમાં ત્રિપલ હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ પોતાની જ સગી બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્ય હતા. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ત્યાર પછી મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાનમાં રાખતા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
હત્યા પહેલાની સમગ્ર ઘટના:
આરોપી દ્વારા કરવામાં આવેલ આ હત્યામાં કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીની બહેન 6 મહિના પહેલા ઘરેથી ભાગી ગઈ હતી અને 5 માર્ચના રોજ વિશાલ નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જયારે આ વાતની જાણ થતા હાર્દિક દ્વારા આ લગ્નને લઈને વિરોધ કરતા ગુસ્સે ભરાયેલો હતો. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન કર્યા પછી તે બંને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા હતા. જયારે આરોપી હાર્દિકને તેની બહેન અને બનેવી સાણંદ હોવાની જાણ થઇ હતી. જયારે આરોપી તેની બહેન અને તેના બનેવીને મોતને ઘાટ ઉતારવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. તેમજ આરોપીએ છરીના સતત ઘા મારતા બહેન -બનેવી તેમજ બહેનના ગર્ભમાં રહેલા શિશુની પણ હત્યા કરી હતી. જયારે ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને પકડી કોર્ટમાં હાજર કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.