અમદાવાદ પોલીસની સેવા ચાકરીનો તો કોઈ જવાબ જ નહીં..! PCR વાનમાં આરોપીએ બીયર ઢીંચ્યું, જુઓ વિડીયો

Ahmedabad PCR Van Viral Video: આપણી સમક્ષ અવારનવાર અમુક પોલીસ દારૂ વહેંચતા બુટલેગરો પાસેથી હપ્તા વસુલતા હોય તેવા વિડીયો તથા ઘટના સામે આવતા હોય છે. ત્યારે આ વચ્ચે હવે દારૂબંધીની પોલ ખોલતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ વાનમાં બેઠેલો આરોપી અંદર બેસીને બિયરની મોજ માણતા દેખાઈ રહ્યો છે. વીડિયો વાઈરલ(Ahmedabad PCR Van Viral Video) થતા હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પીસીઆર વાનમાં બિયર ગટગટાવતો વિડીયો થયો વાયરલ
અમદાવાદમાં યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર પીતો હોવાનો વિડીયો વાઇરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર રીતસર ગટગટાવે છે. આ યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરાયો છે.

હવે પોલીસવાન અને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ બતાવે છે કે હવે જો પોલીસ વાનમાં બેસીને કોઈ આરામથી બીયર ગટગટાવી શકતો હોય તો પછી સામાન્ય સંજોગોમાં તો પરિસ્થિતિ શું હશે. પોલીસવાનમાં બેસીને કોઈ યુવાન આ રીતે રસ્તા પર જતી વાનમાં બીયર ગટગટાવી શકતો હોય તો પછી બધેથી દારૂ પકડાય તેમા કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ.

શું પોલીસ કોઈ કાર્યવાહી કરશે ખરા!
તો બીજી તરફ વીડિયોમાં દેખાઈ છે તેમ તેના હાથમાં એક નહીં પરંતુ બિયરના બે-બે ટીન જોવા મળે છે. જો પોલીસની વાનમાં જ આરોપી આ રીતે બેખૌફ થઈને બિયરની મોજ માણે તો પછી દારૂબંધીનું કડક પાલન કેવી રીતે થશે? હવે જોવાનું રહેશે કે વાઈરલ વીડિયો અંગે પોલીસ શું કાર્યવાહી કરે છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
વીડિયોને જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું કે, જો આવા પોલીસકર્મી હશે તો તો ગુનાખોરી નાબૂદ થવાના સપના જ ભૂલી જાવ.તો અન્ય યુઝરે લખ્યું કે, પોલીસના વીઆઈ મેહમાન લાગે તો છે આ આરોપી… તો ત્રીજા અન્ય યુઝરે લખ્યું કે, પીસીઆર વાનમાં આવી વીઆપી સર્વિસ આવા જ પોલીસકર્મી આપી શકે.