શિવલિંગને બદલે આ અનોખાં મંદીરમાં કરવામાં આવે છે મહાદેવના અંગૂઠાની પૂજા- જાણો એની રસપ્રદ કથા

સોશિયલ મીડિયા પર અવારનવાર મંદિરોની કેટલીક રહસ્યમય વાતો સામે આવતી હોય છે. જો તમે ભોલેનાથના ભક્ત છો તો તમે રાજસ્થાનની ટ્રિપમાં આ મંદિરના દર્શનનો લાભ લઈ શકો છો. માઉન્ટ આબુથી અંદાજે 11 કિમીના અંતરે આવેલ અચલગઢની પહાડીઓમાં આ શિવજીનું વિશાળ મંદિર આવેલું છે કે, જ્યાં તેમના અંગૂઠાની પૂજાનું માહાત્મ્ય રહેલું છે.

ચમત્કારોથી ભરેલું છે આ અચલેશ્વર મંદિર :
અચલગઢની પહાડીઓની કિલ્લાની નજીક આવેલ અચલેશ્વર મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ પહેલી જગ્યા છે કે, જ્યાં ભગવાનની પ્રતિમા અથવા તો શિવલિંગની પૂજા ન થઈને તેમના જમણા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે.

એવી માન્યતા રહેલી છે કે, અહીંના પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટક્યા છે. જો શિવજીનો અંગૂંઠો ન હોત તો અહીંના પર્વત નષ્ટ થઈ જતા. ભગવાન શિવના અંગૂઠાને લઈ અનેક ચમત્કાર અહીંયા સર્જાતાં હોય છે કે, જેને લીધે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અંગૂઠાની નીચેના ખાડામાં ક્યારેય નથી ભરાતું પાણી :
ભગવાન શિવના અંગૂઠાની નીચે પ્રાકૃતિક રીતે એક ખાડો બનાવવામાં આવેલ છે. એવી માન્યતા રહેલી છે કે, તેમાં કેટલું પણ પાણી ભરાય પણ તે ટકતું નથી. શિવજી પર ચઢાવાયેલ જળ પણ અહીં જોવા મળતું નથી, આ પાણી ક્યાં જાય છે તે કોઈ જાણી શક્યું નથી.

જ્યારે શિવે પર્વતને હલવાથી રોક્યો હતો :
પૌરાણિક માન્યતા પ્રમાણે, એકવખત અર્બુદ પર્વત પરના નંદીવર્ધન હલવા લાગ્યા હતાં. હિમાલય પર તપસ્યા કરી રહેલ ભગવાન શિવની તપસ્યામાં મુશ્કેલી આવી તથા આની સાથે જ પર્વત પર ભગવાન શિવના નંદી પણ વિરાજમાન હતા. નંદીને બચાવવા માટે ભગવાન શિવે હિમાલય જ પોતાના અંગૂંઠાને અર્બુદ પર્વત સુધી પહોંચાડી દીધો હતો. આ જ કારણ છે કે, ભગવાન શિવનો અંગૂઠો આ પર્વતને ઉઠાવી રહ્યો છે.

ચંપાનું વિશાળ ઝાડ છે પ્રાચીનતાનું પ્રતીક :
આ મંદિરમાં આવેલ ચંપાનું ઝાડને જોઈને આ મંદિરની પ્રાચીનતાને પણ જાણી શકાય છે. મંદિરની ડાબી બાજુએ 2 કલાત્મક સ્તંભ પર ધર્મકાંટો આવેલા છે કે, જેની શિલ્પ કળા પણ ખુબસુંદર તથા અદભૂત છે. જેને કારણે અનેક ભક્તો અહીં દર્શન માટે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *