સુરતમાં ગે યુવાનને સેકસ કરવા બોલાવીને આચર્યું સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, રૂપિયા પણ પડાવ્યા

Surat News: સુરતના નાની વેડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય ગે યુવાનનો એફ મારફતે સંપર્ક કરી ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પોલીસના સ્વાંગમાં 15000 રૂપિયા…

Surat News: સુરતના નાની વેડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય ગે યુવાનનો એફ મારફતે સંપર્ક કરી ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પોલીસના સ્વાંગમાં 15000 રૂપિયા પડાવવી વધુ પૈસાની માંગણી કરી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર વરીયાવ ગામના ચાર યુવકોની સિંગણપોર પોલીસે ગુનો નોંધી ઘરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, મુળ સૌરાષ્ટ્રનો વતની અને સુરતમાં નાની વેડ ખાતે રહેતો 22 વર્ષિય ગે યુવાન હિત(નામ ફરવ્યું છે) દસ દિવસ પહેલા ગે કોમ્યુનિટીની એપ દ્વારા એક યુવકના સંપર્કમાં આવ્યો હતો. તે યુવકે હિતને ગત બીજના રોજ મળવા માટે બપોરે ચાર વાગ્યે વરીયાવ બ્રિજ ખાતે બોલાવતા હિત ત્યાં ગયો હતો.

આરોપી યુવકે હિતને ગાડી પર બેસાડીને વરિયાવ બ્રિજની આગળ ફાટક નજીકના ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તે યુવકે હિતને મુખ મૈથુન કરવાનું કહેતા હિતે ઇનકાર કર્યો હતો. તે સમયે 3 અજાણ્યા વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા અને એક વ્યક્તિએ હિતનો હાથ પકડી મોબાઈલ ફોન લઈ મારામારી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. બાદમાં તેની સાથેના બે યુવકોએ હિતને તેમને પકડી રાખી શરૂઆતમાં તેને માર માર યુવકે હિત પાસે બળજબરી પુર્વક મુખ મૈથુન કરાવ્યું હતું. હિતને ત્યાં લાવનાર પણ તેમનો જ સાગરીત હતો.

ચારેય યુવકોએ બાદમાં હિત પાસે 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ હિત પાસે પૈસા ન હોવાથી મિત્રો પાસે એકાઉન્ટમાં 15000 ટ્રાન્સફર કરાવી હિતનો મોબાઇલ ફોનનો પાસવર્ડ માંગી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બીજા પૈસાની વ્યવસ્થાના થતા આરોપી ચારેય યુવકોએ તેને મોબાઈલ ફોન પાછો આપી છ વાગે ત્યાંથી જવા દીધો હતો. ખેતરમાંથી બહાર નીકળી ટ્રેક્ટર ચાલક પાસે લિફ્ટ માંગી બહાર રોડ પર પહોંચી તે રિક્ષામાં બેસી ઘરે પહોંચ્યો હતો. બીજા દિવસે આરોપી તરબિશે હિતને વોટ્સએપ કોલ કરી બીજા પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને પૈસા નહીં આપે તો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

હિતએ પૈસા નહિ આપતા તે અવારનવાર હિતને ફોન કરતો હતો છેવટે હિતએ આ અંગે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તબરિશ, શોકત અને અન્ય બે વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે વરીયાવ ગામના ચારેય આરોપીની ઘરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તબરિશે જ એપ પર હિતનો સંપર્ક કરી તેને મળવા બોલાવ્યો હતો. તબરિશ, શોક્ત વિરૂદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ચોરીના ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *