મરણચીંસોથી ગુંજી ઉઠ્યો ભાભર રાધનપુર હાઈવે- ટ્રેલરે ટક્કર મારતા કારનું પડીકું વળી ગયું, એક જ પરિવારના 4 લોકોનાં મોત

Four People Died In A Road Accident In Gujarat: રાજ્યમાં અક્સમાતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અક્સમાત બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા. એવી…

Four People Died In A Road Accident In Gujarat: રાજ્યમાં અક્સમાતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અક્સમાત બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા. એવી જ એક અક્સમાતનો કિસ્સો બનાસકાંઠા જિલ્લાના ભાભર-રાધનપુર હાઈવે પર સાંજના સમયે કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના(Four People Died In A Road Accident In Gujarat) મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે મહેસાણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ભાભર-રાધનુપર હાઈવે પર અકસ્માત સર્જાયો
બનાસકાંઠા જિલ્લાના ભાભરના રોયટા અને ગોસણ ગામ વચ્ચે એક ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને રાધનપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક ચાર થયો હતો. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાધનપુરથી મહેસાણા લઈ જવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે રસ્તા પર ખુબ ટ્રાફિકજામ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પાછો ચાલુ કરવ્યો હતો. અકસ્માતમાં ભોગ બનેલા પરિવારજનોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોના નામ
અક્સમાતમાં ભીખાભાઈ શંકરભાઈ માળી કે જેમની ઉમર 40 વર્ષ,મિતેશભાઈ કરશનભાઈ માળી જે જેમની ઉમર 17 વર્ષ,ભુપતભાઇ સવાભાઈ માળી કે જેમની ઉમર 45 વર્ષ છે. અને 4 વર્ષની બાળકી નું પણ આ અકસ્માતમાં મ્રત્યુ સર્જાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *