ગુજરાત ઉદ્યોગજગતમાં શોકનો માહોલ- વાઘ બકરી ચા ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન

Parag Desai passes away: ઘર-ઘરમાં જાણીતી એવી ચાની બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધનના સમાચાર સામે આવી રહ્યા છે.બ્રેન હેમરેજને કારણે તેમનું…

Parag Desai passes away: ઘર-ઘરમાં જાણીતી એવી ચાની બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધનના સમાચાર સામે આવી રહ્યા છે.બ્રેન હેમરેજને કારણે તેમનું આકસ્મિક નિધન થતા ગુજરાત ઉદ્યોગજગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા.

પરાગ દેસાઈ(Parag Desai passes away) છેલ્લા કેટલાક સમયથી વાઘ બકરી ગ્રુપનો ચહેરો હતા. લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી, USAમાંથી MBA થયેલા દેસાઇ 1980ના દાયકાના મધ્યમાં વાઘ બકરીના વિકાસના પ્રયત્નોને આગળ વધારવા માટે અમદાવાદ પાછા ફર્યા હતા. અમદાવાદથી આગળ દેશના અન્ય ભાગોમાં ગ્રુપના વિસ્તરણ અને નિકાસ માટે એમનું ઘણું યોગદાન રહેલું છે. તેમણે આઈસ્ડ ટી અને કોફી જેવા ઉત્પાદનોમાં પણ બ્રાન્ડનો વિસ્તાર કર્યો અને buytea.com નામની વેબસાઈટ સાથે તેની ઈ-કોમર્સ પહેલનું નેતૃત્વ બહાર પાડ્યું હતું,

પરાગ દેસાઈ વાઘ બકરી ટી ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને 4થી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. તે લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી (USA)માંથી MBA કર્યું હતું. અને 30 વર્ષથી વધુનો ઉદ્યોગસાહસિકનો અનુભવ ધરાવતા હતા. તે એક તે ગ્રુપના આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વેચાણ અને માર્કેટિંગનું નેતૃત્વ પણ કરી રહ્યા હતા.

પરાગભાઈ અગ્રણી ઉદ્યોગ પ્લેટફોર્મ જેમ કે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ઘણી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે તેઓ સક્રિય હતા. તે ઉત્તમ વક્તા તરીકે જાણીતા હતા. તેમણે નવીન માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને પેકેજિંગ વ્યૂહરચના અપનાવીને બ્રાન્ડનું વિસ્તરણ કરવા માટે એક મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના માટે તેમને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

તેમણે વાઘ બકરી ટી ગ્રૂપના ટી લાઉન્જ, ઈકોમર્સ અને ડિજિટલ અને સોશિયલ મીડિયામાં પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું. તેમને મુસાફરી, વન્યજીવન અને વૈશ્વિક સ્તરે સંબંધિત પર્યાવરણીય ટકાઉપણું પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાનું ઘણું પસંદ હતું.

દેશમાં પ્રીમિયમ તરીકે જાણીતી ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. ટીઆરએ રિસર્ચના હાલના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022 માટે દેશભરમાં 16 શહેરોમાં સિન્ડિકેટેડ કન્ઝ્યુમર-ઇન્ફ્લ્યુઅન્સર મારફતે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

તેમાં હજારો સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય ટી બ્રાન્ડ્સમાં ભારતીય ગ્રાહકોએ વાઘ બકરી ટીને સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે મત આપવામાં આવ્યો હતો. ભારત અને 50થી વધુ દેશોમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અગ્રણી વાઘ બકરી ટી ગ્રૂપ વર્ષ 1892થી ભારતમાં ચાના વ્યવસાયમાં ઉપસ્થિતિ ધરાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *