લોકડાઉન આવે કે નહિ, પરંતુ હવે પાનના ગલ્લા થશે બંધ- સરકારના આદેશ બાદ તંત્ર એકશનમાં

ગુજરાત(Gujarat): રાજ્યમાં અગાઉ કોરોના(Corona)ને કારણે લગાવવામાં આવેલ લોકડાઉન(Lockdown) દરમિયાન પાનના ગલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે તંબાકુ, મસાલા, સિગરેટ અને ગુટખા સહિતની પ્રોડક્ટના વ્યસનીઓ મુશ્કેલી ભર્યો સમય શરુ થયો હતો. જોવામાં આવે તો એક સમય તો એવો આવી ગયો હતો કે, 5 રૂપિયામાં મળતી પડીકીઓ 50 રૂપિયા સુધીમાં વેચાવા લાગી હતી. આ દરમિયાન બેફામ કાળાબજારી ચાલી રહી હતી. જો કે ત્યાર બાદ લોકડાઉન ખુલ્યું અને સ્થિતિ સામાન્ય થઇ જવા પામી હતી. પરંતુ કાળાબજારી(Black market)નું લોહી ચાખી ગયેલા હોલસેલના વેપારીઓ અને ગલ્લા ધારકોએ સામાન્ય સ્થિતિ હોવા છતા પણ પ્રોડક્ટ પર MRP કરતા વધારે રૂપિયા લેવાનું ચાલુ કર્યું હતું.

આ પ્રમાણેની ફરિયાદો મોટા પ્રમાણમાં મળવાને લીધે અંતે સરકારનાં તોલમાપ વિભાગ દ્વારા આવા અનેક ગોડાઉન અને પાનના ગલ્લાઓ પર છાપામારી કરવામાં આવી હતી. ગુજરાતમાં પાન પાર્લરમાં સીગરેટ/ઇમ્પોર્ટેડ સીગરેટ પર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થયને લગતી યોગ્ય ચેતવણી વગર કે MRP કરતા વધારે પ્રમાણમાં રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદનાં પગલે અન્ન નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા દરોડા છાપામારી કરવામાં આવી હતી. જેના અનુસંધાને 85 હજાર જેટલા પાન પાર્લર અને પ્રોડક્ટના હોલસેલરો પર છાપામારી કરવામાં આવી હતી.

પ્રોડક્ટ પર છાપવામાં આવેલી એમઆરપી સાથે છેડછાડ કરીને વધારે કિંમત વસુલવા અને અન્ય નિયમોના ઉલ્લંઘન સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ માલ જપ્ત કરવા ઉપરાંત દંડ ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો આ કાર્યવાહી બાદ સિગરેટનાં વધારે ભાવ વસુલી રહેલા ગલ્લા અને પાન ધારકોમાં ફફડાટ ડેલી જવા પામ્યો છે. પાનના ગલ્લા ચાલકો અને હોલસેલરોમાં આ સમાચાર આગની ઝડપે ફેલાવાને કારણે હવે સ્થિતિ કાબુમાં આવે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પ્રકારની કાર્યવાહી પરથી કહી શકાય કે જો આગામી સમયમાં પણ તંબાકુ, મસાલા, સિગરેટ અને ગુટખા સહિતની પ્રોડક્ટની કાળાબજારી કરતા લોકો પકડાશે તો તેને પાનના ગલ્લા બંધ કરવાનો વખત આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *