ગુજરાત(Gujarat): સુરત ટ્રાફિક DCP પ્રશાંત સુમ્બે(Prashant Sumbe)એ એક ફરમાન બહાર પાડ્યું છે. સુરત શહેર ટ્રાફિક DCP પ્રશાંત સુમ્બેએ TRB ના જવાનો સામે લાલ આંખ કરી છે. હવે સુરતમાં ટ્રાફિક જવાનો જો એન્ફોર્સમેન્ટ(Enforcement)ની કામગીરી તેમજ વાહન રોકશે તો ખેર નથી. જો આ પ્રકારની કાર્યવાહી કરતા ઝડપાશે તો રિજિયન ઇન્ચાર્જ ની જવાબદારી ગણી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં જો હવે TRB ના જવાનો વાહનો રોકી શકશે નહિ અને જો છતાં પણ આ પ્રકારનું કાર્ય કરવામાં આવશે તો તેમના પર કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ DCP પ્રશાંત સુમ્બેએ આપી દીધો છે. DCP દ્વારા અવારનવાર સૂચના આપવા છતાં પણ TRB ના જવાનો સમજતા નથી. ભૂતકાળમાં પણ TRB ના જવાનો અંગેની અનેક ફરિયાદો અને તેમજ દાદાગીરી ના વિડીયો વાયરલ થયા હતા.
સુરતના DCB પ્રશાંત સુમ્બે એ તમામ ટ્રાફિક પોલીસને સુચના આપીને જણાવ્યું છે કે, TRB જવાનો પાસે માત્ર અને માત્ર ટ્રાફિક નિયમનની ફરજ લેવા માટે અત્રેથી અવાર નવાર લેખિત તથા મૌખિક સૂચના આપવામાં આવેલ હોવા છતાં TRB ના જવાનો દ્વારા એન્ફોર્સમેન્ટ ની કામગીરી તેમજ વાહનો રોકતા હોવાનું ધ્યાને આવેલ છે.
જેથી હવે પછી કોઈપણ TRB જવાનો એન્ફોર્સમેન્ટ ની કામગીરી અથવા તો વાહન રોકવાની કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળશે તો સંબંધિત સર્કલ/રિજિયન ઇન્ચાર્જ ની જવાબદાર ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા સુરત પોલીસ કમિશનરનું એક ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ અને TRB જવાનને લઇ નવા આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં કોઈપણ ટ્રાફિક પોલીસ અને TRB જવાન પોતાની ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. તમામ જવાને પોતાનો મોબાઈલ પોઈન્ટ ઈન્ચાર્જને જમા કરાવવો પડશે. અને જો કોઈ આદેશનો ભંગ કરે તો, કાર્યવાહી પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.