પાકિસ્તાનના એક જાણીતા અભિનેતાએ ટ્વીટ કરીને પોતાને પાકિસ્તાની ખાનગી એજન્સી ISIનો એજન્ટ ગણાવ્યો છે. આ અભિનેતાને લઈને એક ભારતીય ચેનલ કેટલાય સમયથી દાવો કરી રહી હતી કે તે ISIનો અંડરકવર એજન્ટ છે.
તસ્વીરો પ્રતીકાત્મક છે,તેનો વાસ્તવિકતા સાથે સીધો સબંધ નથી.
આ અભિનેતા બીજુ કોઈ નહીં પરંતુ અલી અબ્બાસી છે. હમઝાએ તાજેતરમાં જ આ ચેનલની ન્યૂઝ ક્લિપિંગ શેર કરતા ચોંકાવનારી ટ્વીટ કરી છે. હમઝાને આ ટ્વીટ પર તાબડતોડ પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ સાથે જ કેટલાક મીડિયા રિપોર્ટસે પણ દાવો કર્યો છે કે હમઝા પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના નજીકનો છે.
પાકિસ્તાની કલાકાર હમઝા અલી અબ્બાસીએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ટ્વીટ કરી. ભારતીય ચેનલ પર નિશાન સાધતા હમઝાએ આ પોસ્ટમાં લખ્યુ કે એક ભારતીય ચેનલનો દાવો છે કે હું ISIનો અંડરકવર એજન્ટ છુ. આ સાચુ નથી હું અંડરકવર નથી પરંતુ સમગ્ર રીતે અને ગર્વ સાથે ISI એજન્ટ છુ. હું એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ કે હું જ નહીં પાકિસ્તાનના તમામ 20 કરોડ લોકો પણ ISI એજન્ટ છે.
આ ટ્વીટ પર હમઝાને કેટલાક પાકિસ્તાની નાગરિકોના રિએક્શન મળી રહ્યા છે. કેટલાક તેમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે અને કેટલાકે તો હમઝાને ટ્રોલ કરી દીધા છે. આ મામલે હમઝાના ટ્વીટનો સિલસિલો અત્યાર સુધી રોકાયો નથી. અબ્બાસી ઈમરાનની પાર્ટી પીટીઆઈની ચૂંટણી રેલીમાં નજર આવી ચૂક્યા છે. જે બાદ ISI એજન્ટ હોવાના સમાચાર પાક્કા થઈ ગયા છે.