જાણો તમારા મનપસંદ સુપર-સ્ટારને એક ફિલ્મ માટે કેટલા કરોડ રૂપિયા ચૂકવાય છે ?

બોલિવુડમાં સફળતા મેળવવી એ બધા માટે સરળ નથી. બોલિવુડની ઝાકમઝાળની પાછળ એક્ટર્સની અસલ જિંદગી હોય છે, જેમાં સંઘર્ષ હોય છે, તમામ પ્રકારની તકલીફ હોય છે.…

બોલિવુડમાં સફળતા મેળવવી એ બધા માટે સરળ નથી. બોલિવુડની ઝાકમઝાળની પાછળ એક્ટર્સની અસલ જિંદગી હોય છે, જેમાં સંઘર્ષ હોય છે, તમામ પ્રકારની તકલીફ હોય છે. એક ફિલ્મ, વીડિયો તે ફોટો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારી કિસ્મતને બદલી શકે છે. જોકે, તેને માટે ટેલેન્ટેડ હોવું પણ જરૂરી છે. બોલિવુડમાં એવા ઘણા એક્ટર્સ છે, જેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને હવે ઈન્ડસ્ટ્રીમાં નામના મેળવી રહ્યા છે.

જાણીતા એક્ટર્સની સેલરી અવાર-નવાર ચર્ચામાં રહી છે. હાલમાં જ ઘણા સ્ટાર્સની સેલરી ચર્ચામાં રહી છે. તમને પણ જણાવી લઈએ કે, તમારા ફેવરિટ સ્ટાર્સ એક ફિલ્મ માટે કેટલી સેલરી લે છે.

રીતિક રોશન

રીતિક રોશને યશરાજ ફિલ્મ્સની આવનારી ફિલ્મ ‘રીતિક vs ટાઈગર’ માટે રીતિકે પોતાની ફીમાં વધારો કરી દીધો છે. તે અત્યારસુધી એક ફિલ્મ માટે 40 કરોડ રૂપિયા જેટલી ફી ચાર્જ કરતો હતો, પરંતુ આ ફિલ્મ માટે તેણે 48 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે. આટલી કમાણી સાથે રીતિક બોલિવુડનો સૌથી વધારે કમાણી કરતો એક્ટર બની શકે છે.

કરીના કપૂર

કરીના કપૂર બોલિવુડની સૌથી ફેમસ એક્ટ્રેસીસ પૈકી એક છે. તેણે 2018માં આવેલી તેની કમબેક ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ બાદ પોતાની ફીમાં 50 ટકાનો વધારો કરી દીધો છે. વીરે દી વેડિંગ માટે કરીનાએ 7 કરોડ રૂપિયા ફી લીધી હતી, જ્યારે તે તેના આવનારા પ્રોજેક્ટ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી હોવાની માહિતી મળી છે. જોકે, આ રકમ કરીનાના કામ કરવાના દિવસ પ્રમાણે વધતા-ઓછાં થતા રહે છે.

દીપિકા પાદુકોણ

બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણે ફિલ્મ ‘પદ્માવત’ માટે 11થી 13 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી હતી. પરંતુ હવે તેણે તેની ફીમાં વધારો કર્યો છે અને તે એક ફિલ્મ માટે 14 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે.

રણવીર સિંહ

‘પદ્માવત’, ‘સિમ્બા’ અને ‘ગલી બોય’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર રણવીર સિંહે ’83’ ફિલ્મ માટે પ્રોડ્યૂસરની સાથે ફિલ્મના પ્રોફિટનો એક ભાગ લેવાની ડીલ સાઈન કરી છે. માત્ર આ ફિલ્મ જ નહીં પરંતુ તે હવે પોતાની આવનારી તમામ ફિલ્મો માટે નફામાં એક ચોક્કસ હિસ્સો લેશે તેવી માહિતી મળી છે. આવું બોલિવુડના મોટા-મોટા એક્ટર્સ કરે છે અને હવે રણવીર પણ તેમાં સામેલ થઈ ગયો છે.

વરૂણ ધવન

વરૂણ ધવન જેવો સ્ટારડમ કદાચ જ કોઈ એક્ટરે જોયો હશે. સતત 11 હિટ ફિલ્મો આપ્યા બાદ વરૂણના કરિયરનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. તે પોતાની આવનારી ફિલ્મ ‘સ્ટ્રીટ’ ડાન્સર’ માટે 21 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે, જેની સાથે જ તે પોતાની જનરેશનનો સૌથી વધુ કમાણી કરનારો એક્ટર બની ગયો છે.

કંગના રણૌત

કંગના હાલ તામિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકમાં કામ કરી રહી છે. કંગના આ ફિલ્મ માટે 24 કરોડ રૂપિયા જેટલી તગડી ફી લઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *