જાણો ,103 વર્ષીય યુવાન મહિલા વિશે,જેણે કરી બતાવ્યું આ મુશ્કેલ કામ…..

Published on Trishul News at 1:27 PM, Mon, 24 June 2019

Last modified on June 24th, 2019 at 4:03 PM

કોઈ પણ કાર્ય કરવામાં આપણને આપણી ઉંમર નડતી જ નથી. પછી તે કાર્ય ભલેને રમત-ગમત ,રસોઈ, વ્યાપાર ગમે તે ક્ષેત્રમાં હોઈ શકે છે. આવી રીતે જ અમેરિકામાં 103 વર્ષની મહિલાએ 100 મીટરની રેસ જીતી છે. અમેરિકા ની જુલિયા હોકિન્સ આ રીતનું જ એક ઉદાહરણરૂપ બની ચૂક્યા છે. જેની ઉંમર 103 વર્ષ કરતા પણ વધુ છે. સતત ચાલતી હરિફાઇઓમાં તેણે દર વખતે જીત જ મેળવેલી છે. અને આ વખતે પણ તેણે પોતાના પાછળના વર્લ્ડ રેકોર્ડ થી થોડાક વધુ સમયમાં 100 મીટરની રેસ જીતી ગયા છે.

વર્ષ 2017 માં પણ મૂલ્યાંકન થોડાક જ સમયમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરી ને આખી દુનિયામાં આ વર્લ્ડ રેકોર્ડ તોડી ચૂક્યા હતા. વર્ષ 2017 માં તેઓ વિશ્વ રેકોર્ડ બનાવી ગયા છે. જેના પછી તેને હરિકેન નું નામ દેવામાં આવ્યું. વર્ષ 2019 માં ન્યૂ મેક્સિકોમાં સિનિયર ગેમમાં 50 અને 100 મીટરની રેસમાં તેઓ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.

જુલિયા હોકિન્સ નું એવું કહેવું છે કે,”મેં જે કંઇ પણ કર્યું તેનાથી હું ખુબજ રોમાંચિત છું. પરંતુ મેં જેટલું કર્યું છે તે સારું કર્યું, હું નથી જાણતી આટલી વધુ ઉંમરમાં હું કઈ રીતે કરી શકી છુ. જુલિયા હોકિન્સ ચાર બાળકોની માતા, ત્રણ બાળકોની દાદી અને ત્રણ બાળકોની પરદાદી પણ બની ચૂક્યા છે. તે સો વર્ષની ઉંમરે દોડની રેસ માટે નીકળ્યા હતા.

નેશનલ સિનિયર ગેમ એસોસિયન પ્રમાણે અમેરિકામાં સૌથી ઉંમરલાયક મહિલા દોડવાવાળી હોય તો આ જુલિયા હોકીન્સ છે. હોકિંગ્સ એ પોતાની લાંબી ઉંમર શા માટે છે? તેના વિશે જણાવતા કહ્યું છે કે ‘તે આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને સતત ચાલવાનું શરૂ રાખે છે. હાલમાં તે કોઇ ખાસ પ્રકારની કસરત નથી કરતા. જ્યારે પહેલા તે કસરત કરતા હતા તે પણ હવે કસરત કરવાનું બંધ કરી દીધું છે. તે હંમેશા પોતાનું ખાવાનું અને સ્વાસ્થ્ય માટે ખુબ જ કાળજી રાખે છે.

હોકીનસ હંમેશા વધારાના કાર્યો બગીચામાં કામ કરતી વખતે જ કરે છે. તેના પતિએ તેના માટે એક ખૂબ મોટું બોક્સ તૈયાર કર્યું છે જેમાં હોકિંગ્સ પોતાના બધા જ મેડલ મૂકી શકે. હાલમાં તેને પોતાની આગળની રેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેના વિશે તે કશું જાણતી નથી. જ્યારે તમે ૧૦૩ વર્ષના થાવ ત્યારે દરેક દિવસ ચમત્કારના રૂપમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા GOOGLE PLAY STORE માં જઈને TRISHUL NEWS સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જાણો ,103 વર્ષીય યુવાન મહિલા વિશે,જેણે કરી બતાવ્યું આ મુશ્કેલ કામ….."

Leave a comment

Your email address will not be published.


*