Govinda Joins Shiv Sena: લોકસભા ચૂંટણી 2024ને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. તમામ રાજકીય પક્ષો એક પછી એક પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડમાંથી લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના ‘હીરો નંબર 1’ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ ગોવિંદા(Govinda Joins Shiv Sena) આજે 28 માર્ચે શિવસેનામાં જોડાયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોવિંદાની પ્રશંસા કરી હતી,તે મુંબઈની દક્ષિણ અથવા ઉત્તર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડની કપૂર બહેનો (કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન) પણ લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. કપૂર બહેનો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને બહેનો શિંદે જૂથ સાથે જોડાશે અને ચૂંટણી લડશે.
ગોવિંદાએ રાજકારણમાં પુનરાગમન કર્યું
પૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગત અઠવાડિયે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે બીજી મુલાકાત કર્યાં બાદ ગોવિંદા શિવેસનામાં જોડાશે તેવી અટકળો ચાલવા લાગી હતી જે આજે સાચી પડી છે. બુધવારે શિંદે કેમ્પના પ્રવક્તા કૃષ્ણા હેગડે ઘેર જઈને ગોવિંદાને મળ્યા હતા આ પછી વાત પાક્કા પાકે થઈ હતી અને તેઓ વિધિવત રીતે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં હતા.
Govinda Govinda…😅 pic.twitter.com/tBGfy4fJql
— Mr Sinha (Modi’s family) (@MrSinha_) March 28, 2024
અગાઉ પણ સાંસદ રહી ચૂક્યા છે
ગોવિંદા પહેલા પણ ચૂંટણી લડી ચુક્યા છે અને 2004 થી 2009 સુધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.
#WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, “I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again…” pic.twitter.com/Qnil9ov8zV
— ANI (@ANI) March 28, 2024
કરીના કપૂર અને કરિશ્મા કપુર કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી
ત્યારે બીજી તરફ એવા પણ સમાચાર છે કે, કરીના કપૂર અને કરિશ્મા કપુર બંન્ને બહેનો ટુંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટુંક સમયમાં આ બંન્ને બહેનો એકનાથ શિંદની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે.કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.બંનેના રાજકારણમાં જોડાવાના સમાચાર ચોંકાવનારા છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App