તેલુગુ ફિલ્મ સ્ટાર્સ રામ ચરણ (Ram Charan) અને ઉપાસના કામીનેની લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બની ગયા છે. 20 જૂને ઉપાસનાએ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. એપોલો હોસ્પિટલ જ્યુબિલી હિલ્સ હૈદરાબાદના મેડિકલ બુલેટિન અનુસાર માતા અને બાળક બંને સ્વસ્થ છે. આમ Ram Charan હવે પિતા બની ગયા છે.
જણાવી દઈએ કે રામ ચરણના પિતા મેગાસ્ટાર ચિરંજીવીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉપાસનાના પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા. તાજેતરમાં રામ ચરણ અને ઉપાસનાએ તેમના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી. RRR સ્ટાર અનેક પ્રોજેક્ટ્સ વચ્ચે પત્ની ઉપાસનાને સતત પૂરો સમય આપી રહ્યો હતો.
ઓસ્કર 2023 પહેલા ઉપાસના રામ ચરણ સાથે અમેરિકા ગઈ હતી
માર્ચમાં ઓસ્કાર 2023 પહેલા ઉપાસના રામ ચરણ સાથે અમેરિકા ગઈ હતી. એપ્રિલમાં ઉપાસનાએ દુબઈમાં યોજાયેલા તેના ઓલ-વ્હાઈટ બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એપ્રિલના અંતમાં ઉપાસનાએ હૈદરાબાદમાં બીજા બેબી શાવરનો વીડિયો શેર કર્યો હતો.
રામ ચરણ અને ઉપાસના જૂન 2002માં લગ્નના બંધનમાં બંધાયા
રામ ચરણ અને ઉપાસના જૂન 2012માં લગ્ન કર્યા હતા. રામ ચરણ અને ઉપાસના જેમણે 14 જૂને તેમની 11મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, તેઓ તેમના કૉલેજના દિવસોમાં એકબીજાને મળ્યા હતા. ફિલ્મ મગધીરાનું શૂટિંગ પૂરું કર્યા પછી રામ ચરણે ઉપાસનાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ 11 ડિસેમ્બર 2011ના રોજ હૈદરાબાદના ટેમ્પલ ટ્રી ફાર્મમાં સગાઈ કરી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રામ ચરણ અને ઉપાસનાને અભિનંદન આપતી વખતે દક્ષિણ ફિલ્મોના ગાયક અને ઓસ્કર વિજેતા ગાયક કાલ ભૈરવે ખાસ સંગીત આપ્યું હતું. રામ ચરણે સોશિયલ મીડિયા પર સંગીત શેર કર્યું અને ‘નાતુ નાતુ’ના ગાયક કાલ ભૈરવનો આભાર માન્યો. અગાઉ એક સંસ્થા દ્વારા દંપતીને લાકડાનું પારણું ભેટમાં આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.